1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

પ્રિયદર્શનની ફિલ્મ 'મેરે બાપ પહેલે આપ'

P.R
વર્તમાન સમયમાં ફિલ્મ નિર્માતા ફિલ્મનુ શૂટિંગ શરૂ થતા જ પ્રચાર-પ્રસાર કરવાનુ શરૂ કરી દે છે. ફિલ્મ સાથે જોડાયેલે દરેક નાની-મોટી ઘટનાની જાણકારી તેઓ મીડિયાની સાથે વહેંચવાનુ પસંદ કરે છે.

બીજી બાજુ પ્રિયદર્શન જેવા નિર્દેશક પણ છે, જે પોતાની ફિલ્મને મીડિયાથી બચાવે છે. પ્રિયનનુ માનવુ છે કે ફિલ્મના રજૂ થવાના અહુ પહેલા જ જો ફિલ્મના વિશે બધી માહિતી લોકોને મળી જાય તો લોકોનો ફિલ્મ પ્રત્યેનો રસ ઓછો થઈ જાય છે. તેથી જ તેઓ પોતાની ફિલ્મનુ શૂટિંગ ચૂપચાપ કરે છે અને ફિલ્મ રજૂ થવાના થોડા દિવસો પહેલા જોરદાર પ્રચાર કરે છે.

તાજેતરમાં પ્રિયને અક્ષય ખન્નાને હીરોના રૂપમાં લઈને પોતાની ફિલ્મ 'મેરે બાપ પહેલે આપ' ચુપચાપ પૂરી કરી લીધી છે. આ ફિલ્મ 6 જૂનના રોજ સિનેમાહોલમાં રજૂ થશે. આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ, ઓમપુરી, રાજપાલ યાદવ, શોભના, મનોજ જોશી અને અર્ચના પૂરનસિંહ પણ જોવા મળશે. અક્ષયની નાયિકાના રૂપમાં જેનેલિસા ડિસૂજા જોવા મળશે.

પ્રિયનની બીજી ફિલ્મોની જેમ આ ફિલ્મ પણ લોકોને ખૂબ હસાવશે એવુ માનવામાં આવી રહ્યુ છે.