વિવાહ કરશે અમૃતા
IFM |
અમૃતા રાવના કેરિયરમાં હવે કોઈ ખાસ દમ નથી અને તે જોતા તે લગ્ન કરવાના મૂડમાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમૃતાનો સેન ફ્રાસ્સિકોમાં રહેનારા એક સર્જન નીલ કુલકર્ણી સાથે રોમાંસ ચાલી રહ્યો છે. જેની સાથે તે લગ્ન કરી શકે છે.
સૂત્રો મુજબ અમૃતા રાવના એક પરિચિતે બંનેની મુલાકાત કરાવી, જે ટૂંક સમયમાં જ દોસ્તીમાં ફેરવાઈ. બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા છે.
અમૃતાએ પોતાના કેરિયરની શરૂઆત સારી રીતે કરી હતી, પરંતુ હોટ અને બોલ્ડ ભૂમિકાઓથી તેણે પરેજ કર્યુ હતુ. અંગ પ્રદર્શનને લઈને પણ તેના કેટલાક નિયમ હતા, તેથી તે બોલીવુડની એ નાયિકાઓથી પાછળ રહી ગઈ જે આ બાબતે ઉદાર છે
પછી અમૃતાએ પોતાની ઈમેજ બદલવાની કોશિશ કરી. કેટલાક હોટ ફોટોસેશન, કેટલાક બોલ્ડ નિવેદન આપીને તેને પોતાના કેરિયરને બચાવવાનો પ્રયાસ કર્યો પણ ત્યાં સુધી મોડુ થઈ ગયુ હતુ.