બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. બજેટ 2008
Written By એજન્સી|

લાલુના રેલ બજેટ પર લોકોની પ્રતિક્રિયાઓ

રેલવે બજેટ-08 : કોઈ ખુશ તો કોઈ ઉદાસ...

W.DW.D

એકદમ દેશી અંદાજમાં સફેદ ઝભ્ભો લેંધો પહેરી, હાથમાં કથ્થઈ સૂટકેશ લઈને રેલવે પ્રધાન લાલૂપ્રસાદ યાદવે લોકસભામાં પગ મૂક્યો. પોતાની સીટ પર બેસ્યા પછી જેવુ રેલવે પ્રધાને સૂટકેશ ખોલ્યુ તો દરેકના મગજમાં એક જ વિચાર હતો કે શુ લાલૂ ઈતિહાસ રચશે ? આ વખતે પણ રેલવે ફાયદાનુ બજેટ રજૂ કરશે ? શુ આ વખતે પણ ટિકિટના ભાવ વધારવાને બદલે ઘટાડવામાં આવશે ?

અને.... રેલવે પ્રધાન લાલૂપ્રસાદ યાદવે ઈતિહાસ રચી નાખ્યો ફકત નોર્થ ઝોન અને તેમના બિહાર માટે કારણ કે સૌથી વધુ ફાયદો તો તેઓને જ આપ્યો છે. આ વખતે પણ રેલવે બજેટમાં સામાન્યથી લઈને ખાસ સુધીના દરેક વ્યક્તિને ખુશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ભારતીય રેલનો બજેટ તકનીકી રૂપથી વિકસીત કરવા માટે નવા પ્રયત્નો કરવાની જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય લોકોને ખુશ કરવા માટે ઘણા વાયદાઓ કરવામાં આવ્યા, પણ કેટલાક લોકો જેમ કે ગુજરાતીઓ પોતાના રાજ્યમાં નવી ટ્રેનો અને ગરીબ રથો ના મળવાથી ઉદાસ રહ્યા. લાલચુ બજેટે સામાન્ય લોકોને કેટલા લોભાવ્યા છે તે જાણવાના અમે પ્રયત્નો કર્યા છે.

વેબદુનિયા દ્વારા લેવાયેલી લોકોની પ્રતિક્રીયાઓ..
મુંબઈમાં કામ કરતા સોફ્ટવેયર ઈજિનિયર શૈલેશ દ્વિવેદી ' ગો મુંબઈ કાર્ડ' ને લઈને ખૂબ જ ઉત્સાહમાં છે. તેમનુ કહેવુ છે કે આ કાર્ડ આવ્યા પછી મુંબઈની ઝડપી જીંદગીમાં થોડો આરામ મળશે. તો બીજી બાજુ તેમનુ માનવુ છે કે મુંબઈની ઝડપી જીંદગીમાં થોડો આરામ રહેશે. ત્યાં તેમનુ કહેવુ છે કે રેલને વિશ્વસ્તરીય બનાવવાના પ્રયત્નોને ઝડપી બનાવવા જોઈએ. મને આશા છે કે રેલવે પ્રધાન ભારતીય રેલવેમાં ઈંટરનેટની સુવિધાની પોતાની જાહેરાતને પૂરી કરી બતાવશે. પણ એ ડર પણ છે કે કુલ્હડમાં ચા ની જેમ આ યોજના પણ એક સપનું બનીને ન રહી જાય.
W.DW.D

ઈન્દોરમાં રહેનારા અને શેરબજારના વ્યવસાયમાં રોકાયેલા વરિષ્ઠ ઇલાબેન પ્રકાશભાઇ શાહનું કહેવું છે કે, વરિષ્ઠ યાત્રીઓને ભાડામાં આપવામાં આવવાની છૂટને વધારવાથી તેઓ ખૂબ ખુશ છે. તેઓ તેમના પતિ પ્રકાશભાઇ શાહ વિશે કહે છે કે તેઓ ટ્રેનમાં સતત મુસાફરી કરવાની થાય છે... તેઓ બન્ને તીર્થયાત્રા કરવા જાય છે તો કદી સગા-સંબંધીને મળવા. હવે રાહત વધવાથી આ યાત્રાઓને કારણે પડતો આર્થિક બોજ થોડો ઓછો થશે. આ સાથે જ લાંબા અંતરની રેલમાં તે સ્લીપર ક્લાસની જગ્યાએ એસીની ત્રીજી શ્રેણીમાં એટલે કે થ્રી-ટાયર એસીમાં મુસાફરી કરી શકશે.
W.DW.D

મુળ અમદાવાદના અને હાલ જર્મની રહીને એમ.ઇમાં ઇજનેરી કરતા મયુર પટેલનું કહેવું છે કે, હું આજની દિવસની ઘણા સમયથી રાહ જોતો હતો અને મારા ગુજરાતના ભાગે કેટલી ટ્રેનો આવે છે તેની મને ચિંતા હતી પરંતુ કોઇ ખાસ ટ્રેનો મળી નથી, તેમાં મારા નેટીવ પ્લેસ એવા સૌરાષ્ટ્રને તો એક ટ્રેન કે નવી બ્રોડ ગેજ લાઇન નથી મ્ળી, આજે પણ અમરેલી અને જુનાગઢમાં બ્રોડ ગેજ લાઇનો નથી..અને તે ક્યારે મળશે.. તે મને નથી સમજાતું.

જ્યારે અમદાવાદથી સિવિલ સર્વિસની તૈયારી કરી રહેલા વિપુલ પુજારા મોબાઈલથી બુંકિગની ઘોષણાને લઈને ખૂબ ઉત્સાહિત છે. વિપુલ પુજારાનુ કહેવુ છે કે તેઓ ઘણા પ્રદેશોની લોક સેવા પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે. આવામાં પરીક્ષા સમયે લાંબી લાઈનમાં ઉભા રહેવુ તેમને ખૂંચતુ હતુ. ક્યારે તો એકદમ પરીક્ષાની તારીખમાં ફેરફાર થવાથી ખરા સમયે બુંકિગ કરાવવામાં ખૂબ પરેશાની થાય છે, સમય અને મન બંને ખરાબ થાય છે. દરેક જગ્યાએ ઈંટરનેટ સરળતાથી નથી મળી જતુ. હવે મોબાઈલથી બુકિંગ શરૂ થયા પછી તકલીફો ઓછી થઈ જશે.

સેંટ્રલ ટિકિટ ચેકિંગ સ્કવોડ રેલવે બોર્ડમાં હેડ ટીટીઈના પદ ફરજ બજાવતા રાજેશ ભાટિયા આ વખતના રેલ બજેટથી ઘણા ખુશ છે. તેઓ કહે છે કે વિભાગની તરફથી આ વખતે જે સુવિધાઓને માટે આવેદન કરવામાં આવ્યુ હતુ, તેમાંની મોટાભાગની પૂરી થઈ છે. બોનસ પચાસ દિવસથે વધીને સીત્તેર દિવસની કરવામાં આવી છે. તો બીજી બાજુ લાઈસેંસધારી કુલીઓને ગનમૈન અને ગનમૈનને ગેટમેન બનાવવાથી ખાલી પદો તો ભરાશે જ, સાથે જ રેલવે કર્મચારીઓનો ઉત્સાહ પણ કાયમ રહેશે. સુરક્ષા કર્મચારીઓના 5700 ખાલી સ્થાન ભરવાની પણ જાહેરાત કરી છે. જો આ જાહેરાત પૂરી થશે તો સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત થશે.
W.DW.D

આવા જ એક વ્યક્તિ ગુજરાતના ચાર્ટર એકાઉંટંટ અને હાલમાં મુંબઇની મલ્ટીનેશનલ કંપનીમાં સીએ તરીકે ફરજ બજાવતા રૂપેશ શાહનું કહેવુ છે કે, સુવિધા આપવાના વાયદા તો કરવામાં આવે છે પણ ગુજરાતના ભાગે કશુ ખાસ નથી આવ્યુ. અમે વિચાર્યુ હતુ કે આ વખતે ગુજરાતને ભાગે કંઈક વિશેષ આવશે. આ આશાએ જ ટીવી સામે બેસ્યા હતા. પણ પરિણામ ધાર્યા પ્રમાણે ન આવ્યુ. સૌરાષ્ટના અમરેલી અને જૂનાગઢ જેવા જિલ્લાઓને આજ સુધી બ્રોડગેજની સુવિધા જ નથી મળી તો પછી નવી ટ્રેનો અને ગરીબ રથોની બાબતે તો વિચારવુ જ શું ?

આ જ રીતે મરાઠવાડાના પરભણી જિલ્લાના ડોક્ટર રત્નાકર કુલકર્ણી આ વખતના બજેટથી વધુ ખુશ નથી. તેઓ કહે છે કે દરેક સમયની જેમ આ વખતે પણ બિહારને જ પ્રમુખતા આપવામાં આવી છે. બજેટમાં મહારાષ્ટ્રના ઘણા ગ્રામીણ વિસ્તારોને અણદેખ્યા કર્યા છે. ચૂંટણીને લક્ષમાં રાખીને સામાન્ય નાગરિકોને રાહત અને સગવડો આપી છે, પણ કેટલાક પ્રદેશોની દરેક વખતની જેમ આ વખતે પણ ઉપેક્ષા કરવામાં આવી છે.

બજેટ ભાષણના અંતમાં આ મુદ્દાને લઈને સદનમાં ઉહાપોહ પણ થયો હતો. આ લોકો માટે રેલમંત્રી એ પોતાના એ જ અંદાજમાં એક જ લાઈન બોલી હતી - પેસેંજર તો મળવા દો, પેસેંજર મળ્યા જ નહી તો ટ્રેન ક્યાંથી આપી દઈએ, પણ આ વાત આ લોકોના દાઝેલા પર મીઠુ ભભરાવવાનુ કામ કરી ગઈ. બધુ મળીને ટૂંકમા કહીએ તો આ બજેટ ક્યારેક ચહેરાઓ પર ચમક લાવી તો ક્યારેક દુ:ખની ઉંડી રેખા.