શિક્ષા ક્ષેત્રનાં બજેટમાં 9 ગણો વધારો

PIB

નાણા મંત્રી પ્રણવ મુખર્જીએ માધ્યમિક સ્તર સુધી દરેકને શિક્ષા આપવા માટે વર્ષ 2008-09માં નવી યોજના જાહેર કરી છે. 11મી પંચવર્ષીય યોજનામાં ઉચ્ચતર શિક્ષા સંબંધિત બજેટમાં 9 ગણો વધારો કરવામાં આવ્યો છે. તેમજ 15 નવી કેન્દ્રીય વિશ્વવિદ્યાલય શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. બિહાર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ઓરીસ્સા, પંજાબ અને ગુજરાતમાં 6 નવી આઈઆઈટી શરૂ થઈ ગઈ છે. તો મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ આઈઆઈટી વર્ષ 2009-10માં શરૂ થાય તેવી સંભાવના છે.

તો ભારતીય વિજ્ઞાન શિક્ષા અને અનુસંધાન સંસ્થાન -આઈઆઈએસઈઆરમાં શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે. તો ભોપાલ અને વિજયવાડા ખાતે વાસ્તુકલાનાં બે વિદ્યાલયોએ પોતાનું કાર્ય શરૂ કરી દીધું છે. તો 11 પંચવર્ષીય યોજનામાં 6 નવા આઈઆઈએમ શરૂ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જે હરિયાણા, રાજસ્થાન,ઝારખંડ અને તામિલનાડુમાં શરૂ કરવામાં આવશે.

નવી દિલ્હી| વેબ દુનિયા|
તો શિક્ષા ક્ષેત્રે સરકાર દ્વારા 14.09 લાખ વિદ્યાર્થીઓને રૂ.24,206 કરોડની લોન આપી છે. તો દેશમાં 500 આઈઆઈટીને અપગ્રેડ કરવામાં આવી છે. જેના માટે રૂ.1000 કરોડની ફાળવણી કરવામાં આવી છે.


આ પણ વાંચો :