1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2016-17
Written By
Last Updated : સોમવાર, 15 ફેબ્રુઆરી 2016 (15:18 IST)

શુ છે ફેમિલી બજેટ ? જાણો હેપી ફેમિલી માટે બચતનું બજેટ

થોડા જ દિવસોમાં રેલ બજેટ અને સામાન્ય બજેટ રજુ થવાનુ છે. સરકારના બજેટથી આપણા રોજના કે માસિક બજેટમાં ખાસ્સી અસર પડે છે.  ચાલો આપણે સરકારના બજેટની મોટી મોટી વાતો સમજમાં ન આવે તો કંઈ નહી પણ આપણા ઘરના નાના નાના બજેટને લઈને વાત કરીએ અને જાણીએ કે જીવનમાં દરેક ખુશીનો આનંદ ઉઠાવીને પણ આપણે કેવી રીતે બચત કરી શકીએ છીએ. 
 
બચત સારી જીંદગી માટે ખૂબ જરૂરી છે.  બતાવેલ ઉપાયોને અપનાવીને તમે પણ ઘરનું બજેટ મેંટેન કરી શકો છો. 
 
માત્ર બહાર જતા પહેલા ઘરે એક ડ્રિંક લઈને 40-50 ટકા સુધી રેસ્ટોરેંટનું બિલ ઓછી કરી શકો છો.   કેટલાક રેસ્ટોરેંટ હેપી અવર્સના રૂપમાં આવી સુવિદ્યા આપે છે. 
 
30-70 ટકા સુધી બચત માટે કેશ વાઉચરનો ઉપયોગ કરો. લોકલ મેગેઝીનમાં કેટલાક વાઉચર મળી શકે છે. જેનો ઉપયોગ કરી ઓછી કિમંતનો આનંદ ઉઠાવી શકો છો. 
 
બે વ્યક્તિઓના ખાવા પર 800-1200 રૂપિયા સુધી બચાવી શકો છો. જો મોંઘા રેસ્ટોરેંટના સ્થાન પર નિકટના રેસ્ટોરેંટ કે સારા ઢાબાને ડિનર માટે પસંદ કરવામાં આવે. 
 
વીક ડેઝમાં ફિલ્મ જોઈને 80-120 રૂપિયા સુધી પ્રતિ વ્યક્તિ બચત કરી શકાય છે.   વીકેંડમાં ટિકિટ દોઢથી ડબલ ભાવમાં વહેચાય છે. 

ઘરે જ પાર્ટી રાખો - તમારામિત્રોને ઘરે બોલાવો. સંગીત સાંભળો. રમત રમતા મજેદાર સાંજનો આનંદ ઉઠાવો. 
 
સમજી વિચારીને ખરીદારી કરો - ભલે ઘરનો જરૂરી સામાન લાવવાનો હોય કે કરિયાણાનો સામાન. તમે બજાર જવાથી ખુદને રોકી નથી શકતા. જો તમે બચત કરવાનુ વિચારી રહ્યા છો તો ફાલતૂ ખરીદી કરવાથી ખુદને રોકવી જ પડશે નહી તો બચતના બાકી બધા ઉપાય નકામા થઈ શકે છે. 
 
45-55 ટકા સુધી ઘરેલુ બચત કરી શકાય છે. મોટા રિટેલ શૉપમાંથી એકસામટો સામાન ખરીદીને કોશિશ કરો કે 3 મહિનાનું કરિયાણું એકસાથે જ ખરીદી લો. 
 
હંમેશા બ્રાંડેડ વસ્તુઓ પાછળ ન ભાગશો - તમે ક્યારેક કેટલાક સસ્તા ઉત્પાદનો પણ ખરીદી શકો છો જે તમારા કામને પુર્ણ કરી શકતા હોય. 

ડિસ્કાઉંટનો ફાયદો ઉઠાવો - ફેક્ટરી આઉટલેટ પર અનેકવાર તમને ભારે વેરાયટી આકર્ષક ભાવ પર મળી શકે છે. આવા અવસરો પર જ ખરીદી કરો. 
 
ધોવા લાયક કપડા ખરીદો - ડ્રાઈ-ક્લીનીંગ મોંઘી પણ હોય છે અને પર્યાવરણ માટે નુકશાનદાયક પણ.  કારણ કે તેમા સફાઈ માટે પેટ્રોલિયમનો પ્રયોગ કરવામાં આવે છે. 
 
ફક્ત સેલના લાલચમાં ખરીદી કરવા ન નીકળશો - અનેક સેલમાં એવા ઉત્પાદનો વેચવામાં આવે છે જે હલકી ક્વોલિટીના હોય છે અને તમે તેને સસ્તી નહી પણ મોંઘી જ ખરીદી લો છો. કારણ કે આ કોઈ કામની નથી હોતી. 

બનાવો બજેટ - ઘરેલુ બજેટ બનાવતી વખતે તમારી આવક અને ખર્ચનો રેકોર્ડ સામે રાખો જેનાથી સાચી હકીકત સમજમાં આવે. 
 
- બજેટમાં જ ઘરમાં આવનારા મહેમાનોનું સ્વાગત કરો. બજેટથી બહાર જઈને નહી. 
 
- યોજના મુજબ જ ખર્ચ કરવાનો પ્રયત્ન કરો અને એ રસ્તાને શોધો જેનાથી ખર્ચમાં કપાત થઈ શકે. 
 
- ત્રણ મહિનાના બજેટ પછી એ બજેટને ફરીથી આગામી ત્રણ મહિના માટે બનાવવાનો પ્રયત્ન કરો. 
 
જવાબદારી સાથે ભાગીદારી 
 
પરિવારનો સાથ - બજેટથી સમગ્ર પરિવાર પ્રભાવિત થાય છે તેથી જરૂરી છે કે બજેટમાં પરિવારના બધા સભ્યોની મદદ લો. 
 
ટારગેટ મુકો - જો થોડીક સમજદારી અને દૂરદર્શી રાખશો તો મનપસંદ ખરીદી કરી શકાય છે. ઈંસ્ટોલમેંટથી બચો. 
 
સરપ્રાઈઝ પ્લાન - જરૂરી નથી કે તમે ઘરના લિવિંગ રૂમ કે સ્ટડી રૂમમાં જ બેસીને બજેટ પ્લાન કરો. જો પિકનિક દરમિયાન બજેટ પ્લાન કરશો મજા આવશે.