સોમવાર, 1 સપ્ટેમ્બર 2025
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: મંગળવાર, 7 મે 2024 (18:25 IST)

અમરેલીમાં ચૂંટણી ફરજ દરમિયાન મહિલા કર્મચારીનું મોત

a woman dies in amereli. female employee dies election duty
ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું મોત
 ફરજ દરમ્યાન ઢળી પડ્યા
મોત હાર્ટ એટેકથી થયાનું પ્રાથમિક અનુમાન
 
આજે ગુજરાતમાં લોકશાહીનુ મહાપરવ ઉજવાઈ રહ્યુ છે. લોકો સવારથી જ પૂરજોશમાં વોટ કરવા આવી રહ્યા હતા અને નાગરિકોમાં મતદાન કરવાનો ઉત્સાહ પણ અનેરો જોવા મળી રહ્યો છે.

આ બધાની વચ્ચે એક કરૂણ ઘટના સામે આવી છે. અમરેલીના જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક પર ફરજ દરમ્યાન ઢળી પડ્યા હતાં, જેમનું મૃત્યુ થયું છે.
 
જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક પર ફરજ દરમ્યાન ઢળી પડ્યા હતાં. જેઓ ચૂંટણી કામગીરી કરી રહ્યાં હતાં. કૌશિકબેન બાબરીયા નામની મહિલા કર્મચારી ચૂંટણી કામગીરી કરી રહ્યાં હતાં તે દરમિયાન મૃત્યુ થતાં બુથ પર ગમગીન વાતાવરણ છવાયું હતું. અત્રે જણાવીએ કે, જેમનુ મોત હાર્ટ એટેકથી થયાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે.