ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: મંગળવાર, 7 મે 2024 (14:43 IST)

વોટિંગ માટે લાઈનમાં લાગેલ વૃદ્ધની તબીયત બગડવાથી થઈ મોત

General election 2024-  છત્તીસગઢમાં લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણમાં 7 લોકસભા સીટ પર મતદાન ચાલુ છે. આ વચ્છે સરગુજા વિસ્તારથી એક દુખના સમાચાર સામે આવ્યા છે. જ્યાં મંગળવારે મતદાન કરવા આવેલા એક વૃદ્ધ મતદાતાના અચાનક પડવાથી મૃત્યુ થયું. મૃતકના ઓળખકાર્ડ પરથી તેનું નામ ટાર્સિયસ ટોપો હોવાનું જાણવા મળ્યું હતું.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, આ મામલો ઝારખંડ બોર્ડર પરના લોદામનો છે, જ્યાં તરસીયુષ ટોપો નામનો વ્યક્તિ વોટ આપવા માટે બૂથમાં પ્રવેશતા જ ગ્રામ પંચાયત જામટોલી બૂથ પર અચાનક તૂટી પડ્યો હતો. આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને તેને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસ મોતના કારણની તપાસ કરી રહી છે.