શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2016-17
Written By
Last Modified: મંગળવાર, 8 માર્ચ 2016 (14:36 IST)

ખુશખબરી - EPF પર ટેક્સ નહી લાગે, 60% ટેક્સ લગાવવાની રજૂઆત

કર્મચારી ભવિષ્ય નિધિ મતલબ ઈપીએફ પર ચારેબાજુ દબાણ પછી કેન્દ્ર સરકારે પ્રસ્તાવિત ઈપીએફ ટેક્સને પરત લઈ લીધુ છે. સંસદમાં આજે નાણાકીય મંત્રી અરુણ જેટલીએ કહ્યુ કે સરકાર ઈપીએફના 60 તકા ભાગ પર લગાવેલ ટેક્સની જોગવાઈ હલ પરત લઈ લીધી છે. મતલબ હવેથી ઈપીએફની જેટલી પણ રકમ કાઢીશુ તેના પર કોઈ ટેક્સ નહી લાગે. ઉલ્લેખનીય છે કે બજેટમાં EPF પર ટેક્સનું એલાન કર્યુ હતુ.  
 
અત્રે એ નોંધનીય છે કે, બજેટમાં પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો કે, 40 ટકાથી ઉપર ઇપીએફ ઉપાડવા ઉપર ટેકસ લાગશે. એપ્રિલથી જમા 60  ટકા જમા રકમ પર ટેકસ લાગશે. જો કે પેન્શન સ્કીમમાં નિવેષ ઉપર ટેકસ નહી લાગે. 
વધુમાં 15000 રૂા.થી મહિનાની ઓછી આવકવાળા પર ટેકસ નહી લાગે. સરકારનું કહેવુ હતુ કે, માત્ર 60 ટકા લોકો ઉપર બોજો આવશે. સરકાર પાસે હવે વિકલ્પ છે કે, ટેકસ ફ્રી પીએફનો દાયરો વધારવામાં આવે, એપ્રિલથી જમા રકમના માત્ર વ્યાજ ઉપર ટેકસ ઉપરાંત માલિકના યોગદાન પર દોઢ લાખની હદ હટાવવી.
 
   આ સમગ્ર મામલે ભારે વિરોધ ઉઠયો છે. સરકાર આજે પ્રસ્તાવ પાછો ખેંચે છે કે પછી ફેરબદલ કરે છે તે જોવાનુ રહ્યુ. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પણ સરકારના આ ફેંસલાનો વિરોધ કર્યો હતો. બીજી તરફ મજુર સંગઠનોએ પણ આ અંગે નારાજગી વ્યકત કરી હતી અને સરકારને નિર્ણય પાછો ખેંચવા જણાવ્યુ હતુ. ગઇકાલે કોંગ્રેસે જંતર-મંતર ખાતે ઉગ્ર દેખાવો કરી સરકાર વિરૂધ્ધ નારેબાજી કરી હતી. કોંગ્રેસની સાથે વિવિધ કર્મચારી સંગઠનો પણ જોડાયા હતા.
 
   29મીએ રજુ કરેલા બજેટ બાદ ઇપીએફનો 60 ટકા હિસ્સો અને તેના વ્યાજ ઉપર ટેકસ લગાવવાનો વિરોધ થઇ રહ્યો છે. સરકાર તરફથી થયેલા નિવેદનોને કારણે ભ્રમની સ્થિતિ બની છે. ઇપીએફમાંથી કાઢવામાં આવેલી રકમ પર અત્યાર સુધી ટેકસ લાગતો નહોતો.