1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2016-17
Written By
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 15 ફેબ્રુઆરી 2016 (16:27 IST)

બજેટ 2016 - પર્સનલ ટેક્ષના મામલે આ બજેટમાં કોઇ મોટા ફેરફાર નહી થાય ?

નાણાકીય વર્ષ 2016-17ના સામાન્‍ય બજેટથી લોકો અને ખાસ કરીને વ્યક્તિગત કરદાતાઓને પર્સનલ ટેક્ષને લઇને ઘણી આશાઓ છે. ગત બજેટમાં સરકારે ઇન્‍કમ ટેક્ષ છુટથી સીમા અને ટેક્ષ લેબમાં કોઇ ફેરફાર કર્યા નહોતા. જો કે સેવીંગ્‍ઝ પર મળતી છુટની સીમા વધારવામાં આવી હતી. આ વખતે આશા છે કે, નાણામંત્રી બજેટમાં સેવીંગ્ઝ  માટે નવી પ્રોડકટનું એલાન કરશે. સાથોસાથ ટેક્ષ છુટની સીમામાં વધારો અને કેટલાક એલાઉન્સની લીમીટ પણ વધારવામાં આવી તેવી શકયતા છે.
 
   ટેક્ષ એક્ષપર્ટ અતુલ ગર્ગના કહેવા મુજબ પર્સનલ ટેક્ષના મામલે આ બજેટમાં કોઇ મોટા ફેરફાર થવાની આશા નથી. સરકારનું ફોકસ હજુ કોર્પોરેટ ટેક્ષ પર વધુ છે. જો કે એ બાબતની આશા છે કે ઇન્વેસ્ટમેંટ  છુટની લીમીટ વધી શકે છે. એ બાબતની થોડી ઘણી આશા છે કે ઇન્‍કમ ટેક્ષ છુટની મીનીમમ લીમીટ 2.50 લાખથી વધારીને 3 લાખ રૂા. કરવામાં આવે.
 
   તેમનું કહેવું છે કે, બજેટમાં સરકાર  80-સી, 80-ડી, એચઆરએ, ચાઇલ્‍ડ એજયુકેશનમાં મળતી ટેક્ષ છુટની સીમા વધી શકે છે. હોમ લોનના વ્‍યાજ પર છુટની સીમા વધારવામાં આવે તેવી શકયતા છે. જે હાલ 1 .50 લાખ રૂપીયા છે.
 
   બીજા એક ટેક્ષ નિષ્‍ણાંત પ્રીતી ખુરાનાના જણાવ્‍યા પ્રમાણે ઇન્‍કમટેક્ષ છુટની સીમા વધવાની આશા નથી. વ્‍યકિતગત કરદાતા માટે સરકાર સેવીંગ્‍ઝની નવી પ્રોડકટ લાવી શકે છે. 80-સી, 80-ડીની સાથે ચાઈલ્‍ડ એજયુકેશન એલાઉન્‍સ, ટયુશન ફી, ટ્રાન્‍સપોર્ટ એલાઉન્‍સ, એચઆરએ વગેરે પર મળતી ટેક્ષ છુટની લીમીટ વધી શકે છે.
 
   તેમનું કહે છે કે, સરકારનું ફોકસ ઇન્‍કમ ટેક્ષમાં છુટ આપવાને બદલે સેવીગ્ઝની લીમીટ વધારવા પર થઇ શકે છે. સેવીંગ્‍ઝ માટે પ્રોડકટ લાવવી કે લીમીટ વધારવાનો ફાયદો એ હશે કે સરકારનું ટેક્ષ કલેકશન ઘટશે નહી અને તેને કરદાતાને સેવીગ્ઝ થી  મળતા  ફંડથી પોતાની કેપીટલ જરૂરીયાતો પુરી કરી શકશે