જેટલીના બજેટમાં કેટલી કમાણી પર કેટલો ટેક્સ ? જાણો ટેબલ દ્વારા
નાણાકીય મંત્રી અરુણ જેટલીના 2017ના સામાન્ય બજેટ પર સૌથી વધુ નજર એ લોકોની હતી જે ટેક્સ ભરે છે. આ બજેટના જોગવાઈ મુજબ હવે તમને તમારી 3 લાખની કમાણી સુધી કોઈ ટેક્સ ભરવો નહી પડે. પહેલા આ સીમા અઢી લાખ રૂપિયા હતી. સાથે જ સરકારે અઢી લાખથી પાંચ લાખ રૂપિયા સુધીની કમાણી પર લાગનારા 10 ટકા ટેક્સને ઘટાડીને પાંચ ટકા કરી દીધી છે.
તમારી સેલેરી કે પછી તમારી કમાણીના હિસાબથી તમારે કેટલો ટેક્સ (આવકવેરો) ભરવો પડશે તે આ ટેબલ દ્વારા સમજો
પહેલા ટેક્સ આપતા હતા
( રૂપિયામાં) |
હવે આપવો પડશે
( રૂપિયામાં) |
વાર્ષિક બચત
( રૂપિયામાં) |
રૂ. 3 લાખ સુધી |
0 |
0 |
0 |
રૂ. 4 લાખ સુધી |
10,000 |
7,500 |
2,500 |
રૂ. 5 લાખ સુધી |
20,000 |
12,500 |
7,500 |
રૂ. 6 લાખ સુધી |
45,000 |
32,500 |
12,500 |
રૂ. 7 લાખ સુધી |
65,000 |
52,500 |
12,500 |
રૂ. 8 લાખ સુધી |
85,000 |
72,500 |
12,500 |
રૂ. 9 લાખ સુધી |
1,05,000 |
92,500 |
12,500 |
રૂ. 10 લાખ સુધી |
1,25,.000 |
1,12,500 |
12,500 |
ઉપરાંત તમે ન્યૂ પેંશન સ્કીમ એટલે કે એનપીએસમાં 50 હજાર રૂપિયાનું રોકાણ કરી શકો છો. જેના પર તમને ટેક્સમાં છૂટ મળશે. ઉપરાંત જો તમે હોન લોન લીધી હોય તો હોમ લોનના વ્યાજ પર 2 લાખ રૂપિયા સુધી ટેક્સમાં છૂટ મેળવી શકો છો. તેના માટે જરૂરી છે કે તમને પઝેશન મળી જાય. પરંતુ જો તમે પ્રથમ વખત ઘર ખરીદતા હો તો તમે 2.5 લાક રૂપિયા સુધી ટેક્સમાં છૂટનો લાભ લઈ શકો છો. બજેટ પ્રસ્તાવ અનુસાર નિયમોમાં ફેરફારથી 12500 રૂપિયા સુધીની રાહત બધાને મળી છે. આ શરૂઆતની રાહત ટેક્સ સ્લેબ એટલે કે 2.5થી લઈને 5 લાખ સુધીના સ્લેબમાં ફેરફાર કરવાથી શક્ય બન્યું છે. આ સ્લેબમાં આવકવેરાનો દર 10થી ઘટાડીને 5 કરવામાં આવ્યો છે. આ રીતે 2.5થી 5 લાખ રૂપિયા પર હવે 25 હજારની જગ્યાએ 12500 રૂપિયા જ ચૂકવવા પડશે.