સોમવાર, 24 ફેબ્રુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. વ્યાપાર
  3. બજેટ 2025
Written By
Last Updated : ગુરુવાર, 23 જાન્યુઆરી 2025 (12:44 IST)

Budget 2025: શુ 10 લાખ રૂપિયા સુધીની ઈનકમ થઈ જશે ટેક્સ ફ્રી ? બજેટમાં કરદાતોઓને મળી શકે છે ભેટ

income tax
Budget 2025 : સામાન્ય બજેટ રજુ થવાના થોડાક જ દિવસ સામાન્ય બજેટ રજુ થવામાં હજુ થોડાક જ દિવસ બાકી છે. એક ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનુ સામાન્ય બજેટ રજુ કરશે. આ બજેટમાંથી ટેક્સપેયર્સને પણ ખૂબ આશા છે. કરદાતા લાંબા સમયથી ટેક્સ ફ્રી ઈનકમ વધારવાની માંગ કરી રહ્યા છે. જે રીતે મોંઘવારી વધતી જઈ રહી છે એ રીતે ટેક્સ ફ્રી ઈનકનો દરજ્જો વધારવામાં આવ્યો નથી. આ સમય તમારી 7.75 લાખ રૂપિયા સુધીની ઈનકમ સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી છે. લોકોની માંગ છે કે બજેટમાં ટેક્સ ફ્રી ઈનકમને વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવે. 
 
20 લાખ રૂપિયા સુધી કમાણી કરનારાઓને ટેક્સમાં રાહતની આશા 
બિઝનેસ સ્ટૈંડર્ડની એક રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી બતાવવામાં આવ્યુ છે કે સરકાર 20 લાખ રૂપિયા સુધી કમાવનારાઓને ટેક્સમાં રાહત આપી શકે છે. આ માટે 2 વિકલ્પો  પર વિચાર કરવામાં આવી રહ્યો છે. પહેલો એ કે 10 લાખ રૂપિયા સુધીની ઈનકમને ટેક્સ ફ્રી કરવામાં આવે. બીજો વિકલ્પ 15 થી 20 લાખ રૂપિયા ઈનકમવાળા માટે  25% નો નવો ટેક્સ સ્લેબ લવવાનો છે. આ છૂટ ન્યુ ટેક્સ રિજીમ  પસંદ કરનારાઓને જ મળશે.  આ સમયે 75 હજાર રૂપિયાના સ્ટેંડર્ડ ડિડક્શન સાથે 7.75 લાખ રૂપિયા સુધીની ઈનકમ પર કોઈ ટેક્સ આપવાનો હોતો નથી. આ ઉપરાંત 15 લાખ રૂપિયાથી વધુની ઈનકમ 30% ટેક્સ લાગે છે. 
 
રેવેન્યુમાં 1 લાખ કરોડ રૂપિયાની પડશે ખોટ 
કેન્દ્ર સરકાર જો રાહત ટેક્સપેયર્સને આપે છે તો સરકારને રેવેન્યુમાં 50 હજાર કરોડથી 1 લાખ કરોડ રૂપિયા સુધીનુ નુકશાન થશે.  મોદી સરકારે વર્ષ 2023 ના બજેટમાં પણ ટેક્સપેયર્સને ઈનકમ ટેક્સમાં રાહત આપી હતી. એ સમયે ન્યુ ટેક્સ રિજીમ પસંદ કરનારાઓ માતે ધારા 87 એ માં કર છૂટ વધારીને 7 લાખ રૂપિયા સુધી કરવામાં આવી હતી. 
 
વધી જશે ખપત 
એક્સપર્ટ્સ મુજબ સરકારને ખપત વધારીને જીડીપી ગ્રોથને ઉપર લઈ જવાની છે તો ઈનકમ ટેક્સમાં રાહત આપવી જોઈએ. સરકારને 15 થી 20 લાખ રૂપિયા સુધીની આવક પર 25% નો ટેક્સ સ્લેબ લાવવો જોઈએ. તેનાથી લોકો પાસે વધુ પૈસા બચશે.  જેનાથી ખપતમાં વધારો થશે.