સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ચૈત્ર નવરાત્રિ
Written By
Last Modified: શનિવાર, 17 એપ્રિલ 2021 (10:22 IST)

નવરાત્રિના 5 મા દિવસે કરો મા સ્કંદમાતાની પૂજા, સંતાન સુખની ઇચ્છા પૂરી થશે

મા દુર્ગાજીનુ પાંચમુ સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખાય છે. તેમની ઉપાસના નવરાત્રિના પાંચમા દિવસે કરવામાં આવે છે. ભગવાન સ્કંદકુમાર કાર્તિકેયનામથી પણ ઓળખાય છે. આ પ્રસિદ્ધ દેવાસુર-સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા.  આ જ ભગવાન સ્કન્દની માતા હોવાને કારણે માતાનુ આ પાંચમું  સ્વરૂપ સ્કંદમાતાનુ નામથી ઓળખાય છે. કમળના આસન પર વિરાજમાન હોવાને કારણે જ તેમને પદ્માસના દેવી પણ કહેવામાં આવે છે. સ્કંદમાતાની ઉપાસનાથી બાળરૂપ સ્કન્દ ભગવાનની ઉપાસના આપમેળે જ થઈ જાય છે. આ વિશેષતા ફક્ત તેમને જ પ્રાપ્ત થાય છે. તેથી સાધકે સ્કન્દમાતાની ઉપાસના વિશેષરૂપે કરવી જોઈએ.  નવરાત્રીના પાંચમા દિવસનુ શાસ્ત્રોમાં ખૂબ મહત્વ બતાવ્યુ છે. આ દિવસે સાધકનુ મન વિશુદ્ધ ચક્રમાં સ્થિત હોય છે. 
 
કંઈ રાશિ માટે શુ શુભ 
 
બધી 12 રાશિઓ માટે શુભ. ખાસ કરીને મકર અને કુંભ રાશિ માટે ઉત્તમ 
 
આજનો શુભ રંગ - સુવર્ણ આભા રંગ 
 
દેવી સ્કંદમાતાને લાલ અને સુવર્ણ આભાવાળા રંગ પ્રિય છે. 
 
કયા રંગના કપડા પહેરશો 
 
જાતક પૂજા સમયે લાલ, ગુલાબી અને પીળા રંગના વસ્ત્ર ધારણ કરે. 
 
આજના દિવસનુ મહત્વ 
સૂર્યમંડળની અધિષ્ઠાત્રી હોવાને કારણે મા સ્કંદમાતાની પૂજાથી સાધકનુ મુખમંડળ તેજ અને કાંતિથી ચમકી ઉઠે છે. દસો મહાવિદ્યા અને નવ દુર્ગા જાતક પર પ્રસન્ન થાય છે. 
 
કંઈ મનોકામનાઓ થાય છે પૂરી 
 
માં સ્કંદમાતાની અર્ચના કરવાથી જાતકના ઘરમાં સંતાની વૃદ્ધિ થાય છે. આ ઉપરાંત જાતક રાજભયથી મુક્ત રહે છે.