રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ચંદ્રયાન-3
Written By
Last Updated : બુધવાર, 23 ઑગસ્ટ 2023 (15:38 IST)

Chandrayaan-3- માત્ર બે દિવસ, 25 કિલોમીટરના અંતરે પરિક્રમા, ISRO એ જાહેર કરી ચંદ્રની નવી તસવીરો

ISRO એ જાહેર કરી ચંદ્રની નવી તસવીરો - ભારતીય અવકાશ એજન્સી ઈસરોએ જણાવ્યું કે લેન્ડર વિક્રમ (VIkram Lander) અને રોવર પ્રજ્ઞાનનું લેન્ડર મોડ્યુલ 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરશે. લેન્ડિંગ પછી, છ પૈડાવાળું રોવર લેન્ડરમાંથી બહાર આવશે, જે ત્યાં એક ચંદ્ર દિવસ એટલે કે પૃથ્વીના 14 દિવસ સુધી પ્રયોગો કરશે.
 
ઈસરોએ જણાવ્યું હતું કે લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનનું લેન્ડર મોડ્યુલ 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરે તેવી અપેક્ષા છે.

 

આ પહેલા ઈસરોએ કહ્યું હતું કે લેન્ડર મોડ્યુલ 23 ઓગસ્ટે સાંજે 5.47 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરશે. રવિવારે, ISROએ X (Twitter) ને કહ્યું, 'લેન્ડર મોડ્યુલ બીજી અને અંતિમ ડિબૂસ્ટિંગ પ્રક્રિયામાં સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં વધુ નીચે ઉતરી ગયું છે. મોડ્યુલ હવે આંતરિક પરીક્ષણ પ્રક્રિયામાંથી પસાર થશે અને લેન્ડિંગ સાઇટ પર સૂર્યોદય થવાની રાહ જોશે. 23 ઓગસ્ટે, લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીને સ્પર્શતાની સાથે જ તેના ખોળામાં બેઠેલું રોવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર ઉતરશે અને અભ્યાસ શરૂ કરશે.