1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By વેબ દુનિયા|

પાંચથી બાર મહિનાના બાળકોનો ખોરાક

જન્મથી પાંચથી છ મહિના સુધી બાળકો માટે માતાનુ દૂધ જ સર્વોત્તમ ખોરાક છે.

- છઠ્ઠા મહિનાથી બાળકોને બેબી ફુડ, મસળેલા ફળ અને દાળનુ પાણી આપવાનુ શરૂ કરી દેવુ જોઈએ.

- આઠથી બાર મહિનાના બાળકોને બ્રેડ, ટોસ્ટ વગેરે ખવડાવવા જોઈએ.

નવજાત બાળકની સંભાળ માટે ટિપ્સ

- છથી બાર મહિનાના બાળકોને ક્યારેય સૂકો ખોરાક વધુ નહી આપવો જોઈએ, જેમ કે સૂકી રોટલી, સૂકી બ્રેડ વગેરે.
રોટલીને દૂધ કે દાળમાં મસળીને આપવા જોઈએ દૂધને ચા કે બ્રેડમાં પલાળીને આપવા જોઈએ.

- બાળકોને વિવિધ ફળોના જ્યુસ પણ ઋતુ પ્રમાણે આપવા જોઈએ. ગાજરનો રસ બાળકને વિશેષ પીવડાવવો જોઈએ.

- છ મહિનાના બાળકોને ભાત અને દૂધને મિક્સરમાં ક્રશ કરી આપી શકાય છે.