શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 2 ઑગસ્ટ 2021 (15:35 IST)

Hair Combing Tips- કાંસકો કરતા સમયે તમે પણ આ ભૂલો તો નથી કરતા? હેયર લૉસના કારણ બની શકે છે

Causes Of Hair Loss: સુંદર લાંબા વાળનો સપનો તો દરેક છોકરીનો હોય છે પણ અજાણમાં કરેલી ભૂલોં તમારા સપનાને પૂરા નથી થવા દે છે. વાળથી સંકળાયેલી કેટલીક એવી ભૂલો% હોય છે જેના કારણે તમારા વાળ ઘના અને લાંબા હોવાના કારણે તીવ્રતાથી ખરવા શરૂ થઈ જાય છે . આવો જાણીએ વાળથી સંકળાયેલી એવી જ કેટલીક ભૂલોં જે કાંસકો કરતા સમયે કરવાથી બચવો જોઈએ. 
 
Combing કમ્બિંગ કરતી વખતે આ ભૂલો કરશો નહીં-
- વાળના (સ્કેલ્પ) મૂળથી કાંસકો શરૂ કરો છો તો આ તમારા નબળા અને તૂટતા વાળના સૌથી મોટું કારણ હોઈ શકે છે. ખરેખર, નીચેના ભાગ પર વધારે ગૂંચવાયેલા વાળ એકઠા થવા લાગે છે, જેનાથી સ્કેલ્પ પર ખેંચાવના કારણ બને છે અને વાળ તૂટવા લાગે છે. કોમ્બીંગ કરતા પહેલા હંમેશા નીચલા વાળને સારી રીતે સીધા કરવું. ત્યારબાદ કાંસકો સ્કેલ્પ પાસે લઈ જાઓ. 
 
ભીના વાળ પર કાંસકો કરવાથી  બચવું 
જો તમે પણ તે લોકોમાં શામેલ છો જે તેમના ભીના વાળમાં જ કાંસકો કરી લે હ્હે તો તરત જ તમારી આ ટેવને સુધારી લો. આવુ કરવાથી વાળ નબળા થાય છે અને તેના તૂટવાની શકયતા વધારે બને છે. કાંસકો કરવાથી પહેલા તમે તમારા ભીના વાળને હવા કે તડકા જેવા પ્રાકૃતિક રીતે સૂકાવી લો  અને ત્યારબાદ જ કાંસકો કરવું. 
 
જલ્દીમાં કાંસકો ન કરવું 
ત્વરિતતામાં કાંસકો કરવાથી વાળ તીવ્રતાથી ખેંચાય છે અને તેની મૂળ નબળા થવા લાગે છે વાળની મૂળ નબળા થવાના કારણે વાળ તૂટવા લાગે છે. કાંસકો કરતા હળવા હાથથી કાંસકો કરવું. સાથે જ કાંસકો કરવા માટે પ્લાસ્ટીકની જગ્યા લાકડીના કાંસકાનો ઉપયોગ કરવું. પ્લાસ્ટીકના કાંસકા વાળને નુકશાન પહોંચાડે છે. 
 
હેયર પ્રોડ્ક્ટસ લગાવ્યા પછી કાંસકો કરવું 
કેટલાઅ લોકો હેયર હેયર પ્રોડક્ટસ જેમ હેયર પેક, કંડીશનર અને સીરમ લાગાવ્યા પછી વાળમાં કાંસકો કરવા લાગે છે. લોકોને લાગે છે કે તેમના આવુ કરવાથી હેયર પ્રોડક્ટસ સમાન રૂપથી વાળમાં લાગી જશે. 
 
પણ આવુ કરવાથી હમેશા બચવું જોઈએ. હકીકતમાં આ વસ્તુઓને વાળમાં લગાવ્યા પછી વાળ ખૂબ ભીના થઈ જાય છે અને જયારે ભીના વાળમાં કાંસકો કરાય છે તો તે ગૂંચવાઈને તૂટવા લાગે છે.