ઓટો ડ્રાઈવર જાવેદે પોતાની રિક્ષાને બનાવી એમ્બુલેંસ, દરદીઓ પાસેથી પૈસા લીધા વગર લઈ જાય છે હોસ્પિટલ
પોઝીટીવ સ્ટોરી
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક ઓટો ડ્રાઈવરે કોરોનાકાળમાં માનવતાની મિસાલ રજુ કરી છે ડ્રાઈવર જાવેદ ખાને પોતાની ઓટોરિક્ષાને એમ્બુલેંસમાં ફેરવી નાખી છે જાવેદ ખાનનુ કહેવુ છે કે તે પોતાની એમ્બુલેંસ રૂપી ઓટોમાં લોકોને હોસ્પિટલ લઈ જઆય છે અને આ માટે કોઈ પૈસા નથી લેતો. જાવેદે કહ્યુ કે મે સોશિયલ મીડિયા અને ન્યુઝ ચેનલો પર જોયુ કે એમ્બુલેંસની કમી છે અને લોકોને હોસ્પિટલ સુધી પહોચાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારબાદ જ મે મારી ઓટોને એમ્બુલેંસમાં ફેરવી નાખવાનો વિચાર કર્યો. જેથી એમ્બુલેંસની કમીનો સામનો કરી રહેલા લોકોની મદદ કરી શકાય.
આટલું જ નહીં જાવેદનુ કહેવુ છે કે મારો ઉદ્દેશ્ય પુરો કરવા મારી પત્નીના ઘરેણાં પણ વેચવા પડ્યા. જાવેદે કહ્યું કે હું ઓક્સિજન મેળવવા રિફિલ સેન્ટરની બહાર ઉભો રહુ છુ જેથી ઓક્સીજન મળી શકે. તે કહે છે કે મારો નંબર સોશિયલ મીડિયા પર હાજર છે જેથી એમ્બ્યુલન્સની શોર્ટેજ થાય તો લોકો મને ફોન કરી શકે, જાવેદે કહ્યું કે હું છેલ્લા 15 થી 20 દિવસથી લોકોની સેવા કરી રહ્યો છું. અત્યાર સુધીમાં, મેં ગંભીર રીતે બીમાર 9 દર્દીઓને હોસ્પિટલમાં છોડી ચુક્યો છુ. કોરોના દર્દીઓ હોસ્પિટલ છોડવા કે મૃતદેહ લઈ જવા માટે થોડાક કિલોમીટર માટે હજારો રૂપિયાની વસૂલીના મામલા સામે આવે છે. આવી સ્થિતિમાં જાવેદ દ્વારા પોતાની રિક્ષાને એમ્બુલેંસ બનાવવી ખરેખર પ્રશંસનીય છે.
જાવેદે પોતાના ઓટોમાં ઓક્સિજનની પણ વ્યવસ્થા કરી છે જેથી કોઈ પણ દર્દીને મુશ્કેલી ન પડે. તે જણાવે છે કે તે પોતે લાઇનમાં ઉભો રહીને દરરોજ સિલિન્ડરમાં ઓક્સિજન ભરાવે છે જેથી દર્દીઓને મુશ્કેલી ન પડે. ઉલ્લેખનીય છે કે દેશમાં હાલ કોરોના દરદીઓને ઓક્સીજનની કમીના લક્ષણ જોવા મળી રહ્યા છે. આવી મુશ્કેલ સમય માં જાવેદ ખાનના પ્રયત્નોની ખૂબ પ્રશંસા થઈ રહી છે. જાવેદ ખાનના આ પ્રયત્નોની સોશિયલ મીડિયા પર પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે.