શુક્રવાર, 17 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 30 એપ્રિલ 2021 (09:18 IST)

કોરોનાની સુનામી મચાવી રહી છે તબાહી, દેશમાં એક દિવસમાં રેકોર્ડ 3.87 લાખ લોકો પોઝિટિવ, જાણો કયા રાજ્યમાં કેટલી મોત ?

Coronavirus case India update
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનો કહેર ચાલુ છે. દરરોજ કોરોનાનાં કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.  અને હવે રોજનાં કેસોની સંખ્યા લગભગ 4 લાખને સ્પર્શી રહી છે. દેશમાં ગુરુવારે એક જ દિવસમાં કોરોના વાયરસના રેકોર્ડ 386,888 કેસો નોંધાયા છે, ત્યારબાદ સંક્રમિતોના કુલ કેસ વધીને 1,87,54,984 થઈ ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ  સારવાર કરાવતા દર્દીઓની સંખ્યા 30 લાખને પાર થઈ ગઈ છે. 
 
મંત્રાલયની વેબસાઇટ મુજબ ગુરુવારે એક જ દિવસમાં 3501 લોકોના મોત બાદ આ મહામારીથી મૃતકોની સંખ્યા વધીને 2,08,313 થઈ ગઈ છે. જો કે, બુધવારના આંકડાની તુલના કરવામાં આવે તો આજે થોડી રાહત મળી છે. બુધવારે  24 કલાક દરમિયાન, 3647 મૃત્યુ નોંધાયા હતા, પરંતુ આજે આ આંકડો નીચે આવીને 3501 પર પહોંચી ગયો છે.
 
સંક્રમણથી મૃત્યુ દર ઘટ્યો 
સતત મામલા વધતા દેશમાં સારવાર કરાવતા દર્દીઓની સંખ્યા વધીને 31,64,825 પર પહોંચી ગઈ છે, જે સક્રમણના કુલ કેસના 16.79 ટકા છે. જ્યારે 
કોવિડ -19 થી સ્વસ્થ થવાનો રાષ્ટ્રીય દર ઘટીને 82.10 ટકા પર આવી ગયો છે. આંકડા મુજબ આ બીમારીથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 1,53,73,765 થઈ છે. મહામારી મૃત્યુ દર ઘટીને 1.11 ટકા પર આવી ગયો છે.
 
દેશમાં કોવિડ-19 દર્દીઓની સંખ્યા ગયા વર્ષે 7 ઓગસ્ટે 20 લાખને વટાવી ગઈ હતી.  કોવિડ -19 દર્દીઓની સંખ્યા 23 ઓગસ્ટના રોજ 30 લાખ, 5 સપ્ટેમ્બરના રોજ 40 લાખ અને 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખને વટાવી ગઈ. આ પછી, 28 સપ્ટેમ્બરના રોજ કોવિડ-19 ના કેસ 60 લાખને વટાવી ગયા, 11 ઓક્ટોબરને 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરને 90 લાખ, 19 ડિસેમ્બરના રોજ એક કરોડ અને 19 એપ્રિલે કોવિડ-19 ના કેસ 1.5 કરોડને વટાવી ગયા. 
 
સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં 
 
મોતના નવા મામલાઓમા મહારાષ્ટ્રમાં સૌથી વધુ 771 મોત થયા. ત્યારબાદ દિલ્હીમાં 395 લોકો, છત્તીસગઢમાં 251, ઉત્તર પ્રદેશમાં 295, કર્ણાટકમાં 270, ગુજરાતમાં 180, ઝારખંડમાં 145, રાજસ્થાનમાં 157, ઉત્તરાખંડમાં 85 અને મધ્યપ્રદેશમાં 95 લોકોનાં મોત થઈ ગયા. દેશમાં અત્યાર સુધીમાં થયેલા કુલ 2,08,313 મોતમાંથી મહારાષ્ટ્રમાં 67,985, દિલ્હીમાં 15,772, કર્ણાટકમાં 15,306, તમિલનાડુમાં 13,933, ઉત્તર પ્રદેશમાં 12,238, પશ્ચિમ બંગાળમાં 11,248, પંજાબમાં 8909 અને 8312 નોંધાયા છે. છત્તીસગઢમાં લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા. આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે 70 ટકાથી વધુ મૃત્યુ અન્ય ગંભીર બીમારીઓને કારણે થયા છે.
 
અત્યાર સુધી કેટલી તપાસ 
 
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) મુજબ, 28 એપ્રિલ સુધી 28,44,71,979 સેમ્પલનુ પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં બુધવારે 17,68,190 સેમ્પલોનું પરીક્ષણ કરવામાં આવ્યું.