બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 30 એપ્રિલ 2021 (08:34 IST)

રાજ્યની સરકારી કચેરીઓમાં 15 મી મે સુધી 50 ટકા સ્ટાફ સાથે કામગીરી કરવાની રહેશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટિની બેઠકમાં લેવાયેલા મહત્વના અન્ય એક નિર્ણય મુજબ રાજ્યની સરકારી કચેરીઓમાં 15 મી મે સુધી 50 ટકા સ્ટાફ સાથે કામગીરી કરવાની રહેશે.

રાજ્યની સરકારી કચેરીઓમાં કોરોનાનું સંક્મણ વધુ ફેલાય નહીં અને અધિકારી કર્મચારીઓ સંક્રમિત ન થાય તેવા આશયથી આ નિર્ણય લેવાયો છે.
 
ગુજરાતમાં હવે 108 એમ્બ્યુલન્સ માટે રાહ નહી જોવી પડે
કોરોના મહામારીના કપરા કાળમાં દર્દીઓની સેવામાં ૧પ૦ એમ્બ્યુલન્સ સેવાઓ એક જ સપ્તાહનાવિક્રમસર્જક સમયમાં સંપૂર્ણ સુવિધા સાથે મુખ્યમંત્રીએ કાર્યરત કરી હતી. મુખ્યમંત્રીએ કોર કમિટીમાં એક અઠવાડિયા પૂર્વે લીધેલા નિર્ણયનું ત્વરિત સઘન-પારદર્શી અમલીકરણ કરાયું છે. ત્રણ દિવસમાં ઓક્સિજન સુવિધા-તબીબી સુવિધા-તબીબી સાધનોથી સજ્જ થઇ જશે. ૧પ૦ એમ્બ્યુલન્સ સેવાઓ કચ્છથી ડાંગ સુધીના સમગ્ર જિલ્લાઓ માટે સેવારત થશે. મુખ્યમંત્રીના દિશાદર્શનમાં આરોગ્ય વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી કરી રૂ. ર૬ કરોડના કુલ ખર્ચે ૧પ૦ અદ્યતન એમ્બ્યુલન્સ સેવાઓ જનઆરોગ્ય સેવા કાફલામાં જોડી દેવાઇ હતી. અશકયને શકય બનાવવાની આગવી પ્રતિબદ્ધતા સાથે કોરોના કપરા કાળમાં લોકોની આરોગ્ય સારવાર રક્ષા માટે સરકાર પ્રતિબદ્ધ છે.