સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 15 એપ્રિલ 2021 (13:29 IST)

હાઈકોર્ટએ ગુજરાત સરકારને રેમડેસિવીર ઈન્જેકકશન, ઓક્સિજન, આરોગ્યલક્ષી સુવિધા, rt pcr ટેસ્ટ મુદ્દે પુછ્યા અનેક વેધક સવાલ

કોવિડ-19ની સ્થિતિ સંભાળવામાં ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આજે બરાબરની તતડાવી હતી. સરકારની અમુક નીતિઓ સામે સ્પષ્ટ શબ્દોમાં ભારોભાર નારાજગી વ્યક્ત કરતા સુઓમોટો PILની સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને કેટલાક સણસણતા સવાલો કર્યા હતા. ત્યારે આજે ફરી હાઈકોર્ટની ઓનલાઈન સુનાવણી શરૂ થઈ છે.
 
* તમારી ડોકટરોની એક્સપર્ટ ટીમ દ્વારા લોકો સુધી રેમડેસિવિરના વપરાશની સાઈડ ઇફેક્ટની માહિતી પહોંચાડો
 
* દરેક તાલુકામાં અને જિલ્લામાં RTPCR ટેસ્ટ સુવિધા છે?
 
* GMDCમાં ડ્રાઇવ થું શરૂ કરવામાં આવી છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં કઈ વ્યવસ્થા છે, તેમાં કોર્ટને રસ છે
 
* અમેં આખા રાજ્યની વાત કરીએ છે, ફક્ત અમદાવાદની વાતો ન કર્યા કરો મી. ત્રિવેદી
 
* તમે બેડ ખાલી હોવાનું કહો તો દર્દીઓ કેમ ફરી રહ્યા છે, લાઇનો કેમ લાગે છે
 
* દરેક ન્યૂઝ પેપરમાં બેડ, ઓક્સિજન મળતા નથી એનો ઉલ્લેખ છે
 
* 15 થી 16 માર્ચ પછી કેસો વધવાના શરૂ થયા ત્યારબાદ કોઈ ઘટાડો જોવાયો નથી
 
* રાજ્યસરકાર જે કામ કરી રહી છે તેનાથી વધુ કરવાની જરૂર છે
 
* હાઇકોર્ટ દ્વારા વારંવાર સરકારને ટકોર કરવામાં આવી છે છતાં પરિસ્થિતિ પર કાબૂ નથી
 
* તમે જે રેમદેસીવીર ની દલીલ કરી રહ્યા છો એ એફિડેવિટ માં નથી
 
* WHO કંઈ કહે છે, ICMR બીજુ કહે છે અને ગુજરાતમાં નાગરિકો રેમડેસિવર લેવા ફરે છે, આ શુ છે ?