બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઓમિક્રોન વાયરસ
Written By
Last Updated : સોમવાર, 25 એપ્રિલ 2022 (11:14 IST)

અઠવાડિયામાં કોરોનાના કેસ થયા ડબલ - 12 રાજ્યોમાં કેસ વધ્યા, પીએમ મોદીએ બોલવી હાઈ લેવલ મીટિંગ, શંઘાઈમાં રેકોર્ડ મોત

corona india
દેશના ઓછામાં ઓછા 12 રાજ્યોમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ગયા અઠવાડિયે સુધી, વધતા કેસવાળા રાજ્યોની સંખ્યા માત્ર ત્રણ હતી. કોવિડની બગડતી સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રવિવારે પૂરા થયેલા સપ્તાહમાં કેસની સંખ્યા ગયા અઠવાડિયાની સરખામણીમાં લગભગ બમણી થઈ ગઈ છે. 18-24 એપ્રિલની વચ્ચે ભારતમાં 15,700 કોરોના કેસ નોંધાયા હતા. ગયા અઠવાડિયામાં 8,050 કેસ હતા, જેનો અર્થ છે કે આ અઠવાડિયે 95% કેસ વધ્યા છે. સૌથી વધુ કેસ દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાંથી આવ્યા છે. સતત 11 અઠવાડિયા સુધી ઘટ્યા બાદ છેલ્લા બે અઠવાડિયાથી કેસ વધી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 27 એપ્રિલે કોરોનાની ચિંતાજનક સ્થિતિ પર ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. બીજી તરફ ચીનના શાંઘાઈમાં એક જ દિવસમાં રેકોર્ડ 39 લોકોના મોત થયા છે. ત્યાં કોવિડ પ્રભાવિત વિસ્તારોની નાકાબંધી કરવામાં આવી છે. 

ગયા અઠવાડિયે 3 રાજ્ય હતા, હવે 12 માં વધ્યો કોરોના 
ભારતમાં ગયા અઠવાડિયે (11-17 એપ્રિલ) સૌથી વધુ કેસ દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાંથી આવ્યા હતા. આ ત્રણ રાજ્યોના આંકડામાં વધારો થયો હતો, પરંતુ આ અઠવાડિયે (18-24 એપ્રિલ) વધુ નવ રાજ્યોમાં કેસ વધ્યા છે. જેમાં કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને પંજાબનો સમાવેશ થાય છે.
 
કયા રાજ્યમાં આવ્યા કેટલા કેસ 
જો  છેલ્લા અઠવાડિયાના આંકડાઓ પર નજર કરીએ તો સૌથી વધુ કેસ દિલ્હીમાંથી આવ્યા છે. ગયા અઠવાડિયે 2,307 કેસની સરખામણીએ આ અઠવાડિયે 6,326 કેસ નોંધાયા હતા. હરિયાણામાંથી 2,296 કેસ જ્યારે યુપીમાંથી 1,278 કેસ મળી આવ્યા હતા. આ બંને રાજ્યોના આંકડા ગત સપ્તાહ કરતા બમણા થઈ ગયા છે. આ અઠવાડિયે, દેશમાં લગભગ બે તૃતીયાંશ કેસ આ ત્રણ રાજ્યોમાંથી આવ્યા છે.