બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: બુધવાર, 2 ડિસેમ્બર 2020 (09:04 IST)

Gujarat Corona Update - નવા 1477 પોઝીટીવ કેસ, કોરોનાથી મોતની સંખ્યા 4 હજારને પાર

ગુજરાતમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંક હવે 4 હજારને પાર થઇ ગયો છે. ગુજરાતમાં 2,11,257 કેસ સામે 4004 વ્યક્તિ જીવ ગુમાવી ચૂકી છે. આમ, કોરોનાથી સૌથી વધુ મૃત્યુદર ધરાવતા રાજ્યોમાં 1.89%  સાથે ગુજરાત ચોથા સ્થાને છે.  ગુજરાતમાં પ્રત્યેક 100 કેસમાં અંદાજે બે વ્યક્તિના કોરોનાથી મોત થાય છે. 
 
24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કુલ 68,852 ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેથી કુલ ટેસ્ટનો આંકડો પણ 78,94,467 થયો છે. આજે નવા પોઝીટિવ  1477 કેસ આવ્યા છે. જ્યારે કે અત્યાર સુધી સ્વસ્થ થનારા લોકોનો આંકડો પણ 1,92,368 એ પહોંચ્યો છે. રાજ્યની વસ્તીને ધ્યાનમાં લેતા દસ લાખની વસ્તી સામે પ્રતિ દિવસે 1059.26 ટેસ્ટ થાય છે.
 
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,26,940 વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી 5,26,752 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે અને 188 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં કુલ 14885 એક્ટિવ કેસ છે. જેમાંથી 81 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 14804ની સ્થિતિ સ્ટેબલ છે.
 
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. રાજ્યમાં આજ રોજ કોવિડ-19ના કારણે કુલ 15 લોકો મૃત્યુ પામ્યા છે. અમરેલી તેમજ પાટણમાં 1-1, જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 10, વડોદરામાં 1 તેમજ સુરત કોર્પોરેશનમાં 2 મોત નીપજ્યાં છે. જેથી રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4000ને પાર થયો છે