ગુરુવાર, 6 ઑક્ટોબર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified ગુરુવાર, 12 માર્ચ 2020 (18:00 IST)

103 વર્ષની વૃદ્દ મહિલાએ કોરોના વાયરસથી જીતી જંગ, 6 દિવસમાં ઠીક થઈ

કોરોના વાયરસએ જ્યાં એજ બાજુ આખી દુનિયામાં હંગામો મચાવી રાખ્યુ છે. તેમજ બીજી બાજુ 103 વર્ષની વૃદ્ધ મહિલાએ આ ખતરનાક રોગને હરાવી નાખ્યુ. આ વાયરસથી ઘણા લોકોના જીવન ગયા છે પણ ઘણા એવા પણ છે જે આ ખતરનાક વાયરસથી ઠીક થઈ ગયા. પણ અત્યારે ઠીક થયેલા લોકોમાં આ મહિલા સૌથી વધારે ઉમ્રની છે. આ મહિલામાં સંક્રમણ થવાના તપાસ જલ્દી થઈ ગઈ હતી અને તેને તરત હોસ્પીટલમાં દાખલ કરાવી લીધું હતું. સૌથી ખાસ વાત આ છે કે આ મહિલા માત્ર 6 દિવસમાં ઠીક થઈને ઘર ચાલી ગઈ. 
 
103 વર્ષની ઝાંગ ગુઆંગફેંગમાં જેમજ સંક્રમણના લક્ષણ જોવાયા તેને તરત વુહાનના એક હોસ્પીટલમાં દાખલ કરાવાયું. જ્યાં પર નિયમિત સારવારથી તે જલ્દી ઠીક પણ થઈ ગઈ. ઝાંગના સારવાર કરી રહ્યા ડૉક્ટર જેંગ યુલાનએ જણાવ્યુ છે કે તેમાં કોઈ ગંભીર લક્ષણ નહી જોવા મળ્યા જેના કારણે તે જલ્દી ઠીક થઈ ગઈ. 
 
ડાક્ટરોને કહેવુ છે કે આ સંક્રમણ વૃદ્ધ લોકોમાં વધારે ફેલી રહ્યુ છે કારણકે તેમનો ઈમ્યુન સિસ્ટમ વીક હોય છે અને આ કારણે તેને રિકવર થવામાં ખૂબ સમય પણ લાગે છે.