ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: શુક્રવાર, 17 એપ્રિલ 2020 (14:14 IST)

ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગૃહ મંત્રીનો કોરોના ટેસ્ટ 5 દિવસ બાદ થશે

કોરોના પોઝિટિવના સંપર્કમાં આવેલા ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી 7 દિવસ સુધી સેલ્ફ આઈસોલેશન થઇ ગયા છે અને એક દિવસ પહેલા તેમનો પ્રાથમિક ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે નોર્મલ હતો પરંતુ 5 દિવસ પછી જે ટેસ્ટ થાય એમાં કોરોના પોઝિટિવ છે કે નહીં તે ખબર પડે. એટલું જ નહીં 7થી 14 દિવસમાં પણ જો લક્ષણો જોવા મળે તો ફરી ટેસ્ટ થશે. 14 દિવસ સુધી નોર્મલ રહે પછી જ નક્કી થઈ શકે કે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી એકદમ સ્વસ્થ છે. આ સંજોગોમાં મુખ્યમંત્રી સહિત નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીએ સેલ્ફ આઈસોલેશનમાં જ રહેવું પડશે. ખાસ કરીને પરિવાર અને અન્ય લોકોથી દુર રહેવું પડશે. એટલે એમ કહી શકાય કે મુખ્યમંત્રી, સહિત ત્રણ મંત્રીઓના કોરોનાનો ટેસ્ટ 5થી 7 દિવસમાં થાય પછી જ ખબર પડે કે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાના કોરોના પોઝિટિવના ચેપમાંથી મુક્ત છે કે નહીં.