ગુજરાતમાં કોરોના વાયરસના પ્રતિ કલાકે 18 નવા કેસ- સરેરાશ 1નું મોત

Corona Virus 10
Last Updated: શુક્રવાર, 22 મે 2020 (16:26 IST)
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં જ કોરોનાના કુલ 1068 કેસ નોંધાયા છે અને 260 વ્યક્તિના મૃત્યુ થયા છે. આમ, છેલ્લા 10 દિવસની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં પ્રતિ કલાકે 18 નવા કેસ નોંધાય અને 1 વ્યક્તિ મૃત્યુ પામે છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 12905 થઇ ગયો છે અને અત્યારસુધી કુલ 773 વ્યક્તિના મૃત્યુ થયા છે. આમ, કોરોનાથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા સ્થાને છે. ગુજરાતમાં હાલ છેલ્લા 22 દિવસથી સતત કોરોનાના દરરોજના 300થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. જેના ઉપરથી જ ગુજરાતમાં કોરોના કેટલું વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે તેનો અંદાજ આવી શકે છે. બીજી તરફ અમદાવાદમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના કુલ 3363 કેસ નોંધાયા છે. આ સ્થિતિએ અમદાવાદમાં પ્રતિ કલાકે સરેરાશ 14 વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી રહી છે. ગુજરાતમાં કોરોનાના જે કુલ કેસ નોંધાયા છે તેમાંના 73.19% માત્ર અમદાવાદમાંથી છે. આ ઉપરાંત ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુ થયા છે તેમાંના 80 ટકા માત્ર અમદાવાદમાંથી જ નોંધાયા છે. દેશના જે શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં મુંબઇ બાદ અમદાવાદ બીજા સ્થાને છે. મુંબઇમાં કોરોનાથી 841 વ્યક્તિના મૃત્યુ થયા છે.


આ પણ વાંચો :