સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: સોમવાર, 25 મે 2020 (10:14 IST)

કોરોના અપડેટ : વિશ્વના દસ સૌથી ચેપગ્રસ્ત દેશોમાં ભારત સામેલ

જૉન્સ હૉપ્કિન્સ યુનિવર્સિટીના ડૅશબૉર્ડ અનુસાર કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ભારતે ઈરાનને પાછળ રાખી દીધું છે. ભારત હવે દુનિયાના દસ સૌથી વધુ ચેપગ્રસ્ત દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે.
 
આ યાદીમાં શનિવારે ઈરાન દસમા ક્રમે હતું અને ત્યાં ચેપગ્રસ્ત દર્દીઓનો આંક 133,521 હતો. જોકે, રવિવારે ભારતમાં કુલ ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં આવેલા ઉછાળા બાદ ઈરાન 11માં ક્રમે આવી ગયું છે.
 
યુનિવર્સિટી અનુસાર ભારતમાં કુલ ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 138,536 છે. જોકે, વાઇરસને લીધે થયેલાં મૃત્યુની બાબતે ઈરાન હજુ પણ ભારત કરતાં આગળ છે.
 
ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર ભારતમાં સંક્રમણના કુલ 131,868 મામલાની પુષ્ટિ થઈ છે.
 
વિશ્વની વાત કરીએ તો કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યાના હિસાબે બ્રાઝિલ હવે રશિયાથી આગળ નીકળી ગયું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને શનિવારે દક્ષિણ અમેરિકાને કોરોના વાઇરસનું નવું કેન્દ્ર ગણાવ્યું હતું.
 
જૉન્સ હૉપ્કિન્સ યુનિવર્સિટી અનુસાર સમગ્ર દુનિયામાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા રવિવારે 50,70 લાખ થઈ ગઈ છે અને વાઇરસના લીધે અત્યાર સુધી વિશ્વમાં 343,617 મૃત્યુ થયાં છે.
 
એ દસ દેશ જ્યાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસ નોંધાયા છે.
અમેરિકા - 1,635,192 કેસ , 97,495 મૃત્યુ
બ્રાઝિલ - 347,398 કેસ , 22,013 મૃત્યુ
રશિયા - 344,481 કેસ, 3,541 મૃત્યુ
બ્રિટન - 260,916 કેસ, 36,875 મૃત્યુ
સ્પેન - 235,772 કેસ, 28,752 મૃત્યુ
ઇટાલી- 229,858 કેસ, 32,785 મૃત્યુ
ફ્રાંસ - 182,102 કેસ, 28,219 મૃત્યુ
જર્મની - 180,157 કેસ, 8,28 મૃત્યુ
તુર્કી - 156,827 કેસ, 4,340 મૃત્યુ
ભારત - 138,536 કેસ, 4,024 મૃત્યુ
ઈરાન - 135,701 કેસ, 7,417 મૃત્યુ