સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઓમિક્રોન વાયરસ
Written By
Last Modified: શુક્રવાર, 23 ડિસેમ્બર 2022 (12:26 IST)

કોરોનાના નવા વેરિયન્‍ટના લક્ષણો

New variant of Corona BF7, BF7 patient confirmed in Vadodara,
BF 7 મુખ્ય રૂપથી ઉપરી શ્વસન સંક્રમણનુ કારણ બને છે. તેનાથી સંક્રમિત થતા સીનાના ઉપરી ભાગ અને ગળાની પાસે દુખાવો થાય છે. આ વેરિએંટથી સંક્રમિત દર્દીને ગળામાં ખરાશ, છીંક, વહેતી નાક, બંદ નાકની ફરિયાદ થઈ શકે છે. 
 
એવા દર્દીને વગરે કફ વાળી ખાંસી, કફની સાથે ખાંસી, માથાના દુખાવાના લક્ષણ જોવાય છે. તેની સાથે જ દર્દીને બોલવામાં પરેશાની થાય છે અને માંસપેશીઓમાં દુખાવો રહે છે. 
 
ઓમિક્રોનના સબ વેરિએંટ BF-7 થી સંક્રમિત થતા કેટલાક દર્દીઓને ઉલ્ટી અને દસ્ત થઈ શકે છે. ડાક્ટરોની સલાહ છે કે એવા લક્ષણ જોવાતા તરત કોવિડ ટેસ્ટ કરાવવા જોઈએ. કારણ કે સેલ્ફ આઈસોલેશન અને રિકવરી દવાઓથી દર્દીને સંક્રમણથી જલ્દી ઠીક કરી શકાય છે. 
 
સતત ખાંસીની સાથે સંક્રમિત માણસને કંપકંપીની સાથે તાવ આવી શકે છે. તેને ગંધ ન આવવાની ફરિયાદ પણ થઈ શકે છે. શ્વાસ લેવામાં પરેશાની અને થાકનુ અનુભવ પણ થાય છે.