બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: વેનિસ. , સોમવાર, 9 માર્ચ 2020 (11:03 IST)

કોરોના વાયરસ: હવે ઇટાલીની સૌથી ખરાબ હાલત, 366 લોકોનાં મોત, લગભગ ચોથા ભાગની વસ્તી કેદ

કોરોના વાયરસે લગભગ આખી દુનિયાને પોતાન પકડમાં લઈ લીધી  છે. ઓછામાં ઓછા 95 દેશોમાં 1 લાખ 7 હજારથી વધુ લોકો આ જીવલેણ વાયરસથી સંક્રમિત છે. જો કે, રાહતની વાત છે કે તેના અડધાથી વધુ લોકો સ્વસ્થ થયા છે. વાયરસથી વિશ્વભરમાં અત્યાર સુધીમાં 3,654 લોકો માર્યા ગયા છે. આ મૃત્યુમાંથી 557 સિવાયના બધા ચીનમાં થયા છે. ચાઇના બહારથી થયેલા અડધાથી વધુ મૃત્યુ એકલા ઇટાલીમાં થયા છે, જ્યાં રવિવારે 336 લોકો વાયરસથી ગ્રસ્ત થયા હતા.
 
ચીનની બહાર થનાઆ મોતોમાં અડધાથી વધુ ફક્ત ઈટલીમાં 
 
આ અગાઉ દક્ષિણ કોરિયા કોરોના વાયરસથી થયેલા મૃત્યુમાં ચીન પછી બીજા ક્રમે હતો પરંતુ રવિવારે ઇટાલીમાં મૃત્યુઆંકમાં તીવ્ર વધારો થયો હતો. પરિસ્થિતિની ગંભીરતા આનો અંદાજ લગાવી શકાય છે કે, રવિવારે ઇટાલીમાં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા અચાનક લગભગ 133 થી વધીને 366 થઈ ગઈ છે. એટલે કે, એક જ દિવસમાં 233 લોકોનાં મોત. આમાંથી મોટાભાગના મૃત્યુ ઇટાલીના સૌથી સમૃદ્ધ ઉત્તરીય ક્ષેત્રમાં પણ થયા છે.

જો ઇટાલીયન અને યુરોપિયન મીડિયાની વાત માનીએ તો ઇટલીએ મુસ્લિમ દેશો અને ચીનથી આવનારા પર્યટકોનું સ્કેનિંગ યોગ્ય રીતે કર્યું નહીં. ઇટલીમાં દુનિયાભરમાંથી દરરોજ લાખો લોકો ફરવા આવનારાની સંખ્યા દરરોજ લાખોમાં હોય છે. બીજું કે ઇટલીનું વાતાવરણ ઠંડુ હોવાની સાથે હ્યુમિડ પણ રહે છે. કારણ કે આજુબાજુ જળસ્ત્રોત ખૂબ જ છે. આથી કોરોનાવાયરસે ઠંડા હવામાનનો ફાયદો ઉઠાવીને ભયંકર તબાહી મચાવી દીધી. ઇટલીની સરકારે પહેલેથી હાઇજીન અને સેનેટાઇઝેશનને લઇ કોઇ ખાસ પગલાં ઉઠાવ્યા નહોતા. ઇટલીના વડાપ્રધાન ગિસેપ કોંટે એ રવિવારના રોજ કોરોના સંક્રમણમાં ખતરનાક તેજી બાદ નેશનલ ઇમરજન્સીની જાહેરાત કરી.
 
સૌથી ખરાબ સ્થિતિ સૌથી ધનિક ઉત્તર ઇટલીમાં છે. સ્થિતિને ઉકેલવા માટે ઇટલી સરકારે રવિરાના રોજ પોતાની અંદાજે એક ચતૃર્થાંશ એટલે કે ચોથા ભાગની વસતી પર પ્રતિબંધ મૂકી દીધો છે એટલે કે 1.6 કરોડ લોકોની કેદ જેવી સ્થિતિમાં રખાયા છે. આ પ્રતિબંધો ઉત્તર ઇટલીમાં છે જે દેશના ઇકોનોમીનું એન્જિન કહેવાય છે.