શનિવાર, 21 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : મંગળવાર, 28 જુલાઈ 2020 (09:17 IST)

ગુજરાતમાં રિકવરી પછી અચાનક થઈ રહી છે મોત ?

દેશમાં છેલ્લા ત્રણ દિવસમાં આશરે દોઢ લાખ નવા કેસ આવ્યા બાદ કોરોના વાયરસના ચેપના કુલ કેસોની સંખ્યા વધીને 13 લાખ 85 હજાર થઈ ગઈ છે. જોકે, 8 લાખ 85 હજારથી વધુ કેસોમાં, રિકવરીનો કેસ નોંધાયો છે. સાથે જ  નવીનતમ માહિતી અનુસાર, ગુજરાતમાં કેસની સંખ્યા (Covid 19 in Gujarat) 54,712 થઈ ચુકી છે, જેમાંથી 39,612 રિકવર્ડ થયા છે. પરંતુ ગુજરાતમાં ચિંતાજનક બાબત એ છે કે કેટલાક લોકો Covid-19 માંથી ઠીક થયા પછી અચાનક મરી રહ્યા છે.
 
ગુજરાતના સૂરતમાં મ્યુનિસિપૈલિટી દ્વારા ચલાવવામાં આવી રહેલ હોસ્પિટલમાં 70 વર્ષની હેમિબેન ચૌવતિયાના કોરોનાની સારવાર ચાલી રહ્યુ હતુ. ચૌવતિયા હાઈપરટેંશનની દર્દી હતી પણ તે કોરોનાથી ઝડપથી રિકવર કરી રહી હતી. થોડા સમય પછી તે એકદમ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવી પણ તેના પરિવારના લોકોને ત્યારે મોટો ઝટકો લાગ્યો જ્યારે તેમને પોતાના ઘર પહોંચવાના થોડાક જ કલાક પછી દમ તોડી દીધો. 
 
 નોર્મલ રિપોર્ટ્સ પછી હાર્ટ એટેક 
 
સુરતના રહેવાસી 68 વર્ષીય ફિઝિશિયન અને કવિ ડો.દિલીપ મોદીનો કેસ નોંધનીય એટલા માટે રહ્યો કારણ આ કેસે આરોગ્ય વિભાગનું વધુ ધ્યાન આકર્ષિત કર્યુ. 15 જુલાઇએ, ડોકટરોએ મોદીના પરિવારને ખાતરી આપી હતી કે તેમનો X-ray અને બાકી રિપોર્ટ્સ નોર્મલ હતા અને તે સારી રીતે રિકવર પણ થઈ રહ્યા હતા. અને અચાનક એ જ સાંજે અચાનક જ મોદીને હાર્ટ એટેક આવ્યો અને તેમનું નિધન થયું.