કોરોના પછી હવે નોરોવાયરસએ વધારી ચિંતા જાણો શુ છે નોરોવાયરસ લક્ષણ અને બચાવના ઉપાય

coronavirus in sewage water
Last Updated: બુધવાર, 21 જુલાઈ 2021 (12:30 IST)
દુનિયાભરના લોકો માટે આજે પણ પરેશાની બનેલુ છે. લોકો અત્યારે આ વાયરસના ડરથી ઉભરી જ શકયા ન હતા જે એક વધુ વાયરસએ તેની ચિંતા વધારી રાખી છે. માની રહ્યુ છે કે આ વાયરસ કોરોનાવાયરસથી પણ વધારે ખતરનાક છે. સૌથી વધારે ડરાવનારી વાત આ છે કે આ વાયરસના કેસ નર્સરી અને ચાઈલ્ડ કેયર સેંટર્સ જેવી તે જગ્યાઓ પર વધારે મળ્યા છે જ્યાં બાળકોની સંખ્યા વધારે હોય છે. ડાક્ટરો અને વૈજ્ઞાનિકોની ચિંતા
વધારતા આ વાયરસનો નામ જેને (Vomiting Bug) ના રૂપમાં ઓળખાય છે. આવો જાણીએ શુ છે આ નોરોવાયરસ, તેના લક્ષણ અને ઉપાય

સેંટર ફોર ડિસીઝ કંટ્રોલ એંડ પ્રિવેંશનની તરફથી કહેવાયુ છે કે નોરોવાયરસ કોરોના વાયરસ કરતા વધુ ખતરનાક છે તેના કારણે સંક્રમણ તીવ્રતાથી ફેલે છે. જે પણ વ્યક્તિ આ વાયરસથી સંક્રમિત છે તેમાં ઉલ્ટી અને ડાયરિયા જેવા લક્ષણ જોવાય છે.

શું છે નોરોવાયરસ
સેંટર ફોર ડિસીઝ કંટ્રોલ એંડ પ્રિવેંશન મુજબ નોરોવાયરસ એક ખૂબજ સંક્રામક વાયરસ છે જે ઉલ્ટી અને ઝાડાનો કારણ બને છે. તેનાથી પીડિત વ્યક્તિ ઘણી સંખ્યામાં બીજાને પણ બીમાર કરી શકે છે. કારણ કે આ
કમ્યુનિકેબલ ડિસીઝ એટલે કે એક બીજાથી ફેલનારા રોગ છે. નોરોવાયરાને વોમેટિંગ બગના રૂપમાં ઓળખાય છે.

નોરોવાયરસ લક્ષણો

- ડાયરિયા, ઉલ્ટી, ચક્કર અને પેટમાં તીવ્ર દુખાવો એ સૌથી મહત્વપૂર્ણ લક્ષણો છે.
-
આ સિવાય ઘણા દર્દીઓમાં તાવ, માથાનો દુખાવો અને શરીરનો દુખાવો પણ જોવાયા છે.
-
વાયરસ શરીરમાં પ્રવેશ્યા પછી 12 થી 48 કલાકની અંદર સંક્રમણ ફેલાય છે.

- વાયરસથી સંક્રમિત વ્યક્તિ 2 થી 3 અઠવાડિયા સુધી ઉલટી કરે છે.


આ પણ વાંચો :