શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: શુક્રવાર, 3 ડિસેમ્બર 2021 (14:47 IST)

Omicron News- મુંબઈ, પુણે અને ઠાણેમાં ટેંશન વશી મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 28 શંકાસ્પદ મળ્યા

કર્નાટકમાં ઓમિક્રોનના બે કેસ મળ્યા પછી મહારાષ્ટ્રમાં પણ ચિંતા વધી છે. પ્રશાસન દ્વારા આપેલ જાણકારી મુજા મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 28 શંકાસ્પદ કેસ મળ્યા છે જે અત્યારે જ વિદેશ પરત આવ્યા છે. આ બધા દર્દીઓ મહારાષ્ટ્રના ત્રણ સૌથી મોટા શહેર મુખ્ય શહેરો મુંબઈ, થાણે અને પુણે છે. આમાંના દસ શંકાસ્પદ મુંબઈ શહેરના છે જ્યારે બાકીના થાણે અને પુણેના છે.
 
 
આ તમામ લોકો છેલ્લા એક મહિના દરમિયાન વિદેશથી મહારાષ્ટ્ર આવ્યા હતા. તેમાંથી 25 લોકો વિદેશથી પરત ફર્યા છે જ્યારે ત્રણ લોકો તેમના સંપર્કને કારણે સંક્રમિત થયા છે. આ તમામ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં, તે બધા ઓમિક્રોન વેરિઅન્ટથી ચેપગ્રસ્ત છે કે નહીં. તેની તપાસ માટે તમામ સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવતા સપ્તાહ સુધીમાં આવે તેવી શક્યતા છે.
 
મુંબઈમાં જોખમ વધી રહ્યું છે
છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં ઓમિક્રોન પર શંકાસ્પદ લોકોની સંખ્યા વધીને નવ થઈ ગઈ છે. જેમાંથી પાંચ લોકો ઓમિક્રોનના નવા શંકાસ્પદ દર્દીઓ છે. આમાંથી એક દર્દી લંડનથી પરત ફર્યો છે જ્યારે બાકીના ચાર દક્ષિણ આફ્રિકા, પોર્ટુગલ, મોરેશિયસ અને જર્મનીથી પરત ફર્યા છે.