બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 3 ડિસેમ્બર 2021 (11:41 IST)

ઓમિક્રોનની ગુજરાતમાં એન્ટ્રી, જામનગરમાંથી મળી આવ્યો શંકાસ્પદ કેસ

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઇને સમગ્ર વિશ્વમાં હાહાકાર મચેલો છે, ત્યારે ગુજરાત માટે એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. જામનગર નજીક મોરકડાં ગામના એક વ્યક્તિમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જામનગર, જામનગરમાં આફિક્રા ટ્રાવેલની હિસ્ટ્રી ધરાવતા એક વ્યકિતનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા દોડધામ મચી છે. ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા પુણેની લેબમાં સેમ્પલ મોકલવામા આવ્યા છે.
 
જામનગરમાં આજે ઘાતક ગણાતા નવા ઓમિક્રોન વેરિયંટનો શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર ઉંધા માથે થયું છે. હાલ આ દર્દીને અઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે.
 
કોરોના પોઝિટિવ જાહેર થયેલ દર્દીના નમુના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા છે. નવા વેરીયંટની ભારતમાં એન્ટ્રી થઇ ચુકી છે ત્યારે આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરવતા દર્દીના રીપોર્ટ પર સવિશેષ નજર રહેશે.
 
જામનગરમાં આજે વધુ એક પોજીટીવ દર્દી નોંધાયો છે. સતત વધતા જતા કોરોનાગ્રાફને લઈને શહેરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્રણ દિવસ પૂર્વે એક જ પરિવારના સાત દર્દીઓ નોંધાયા હતા.
 
જો કે ત્યારબાદ સતત બે દિવસમાં બે કેસ નોંધાયા હતા. સતત વધતા જતા કોરોનાગ્રાફ ચિંતાનો વિષય તો છે જ પણ આજે આ ચિંતા બેવડાઈ છે. કારણ કે કોરોનાના નવા વોરીયંટ ભારતમાં દસ્તક દઈ ચુક્યો છે. ખુબ જ ઝડપી ચેપી એવા ઘાતક આ વેરિયન્ટને લઈને દેશમાં નવી ચિંતા ઉમેરાઈ છે ત્યારે આજે જામનગરમાં નોંધાયેલ દર્દી ઓમિક્રોન વેરિયન્ટ શંકાસ્પદ જાહેર થયો છે.
 
જી જી હોસ્પિટલમાં પોઝિટિવ જાહેર થયેલ દર્દીના નમુના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા છે. આ દર્દી આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. ઓમિક્રોનના શંકાસ્પદ દર્દીના પગલે આરોગ્ય તંત્ર સહીત શહેરમાં ચિંતા બેવડાઈ છે.
 
રાજ્યમાં કોરોનાના નવા ૫૦ કેસ સામે આવતા ખળભળાટ મચ્યો છે. તો બીજી તરફ ૨૪ દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૭,૧૫૮ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ સુધરીને ૯૮.૭૪ ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.
 
રાજ્યમાં આજે કુલ ૪,૨૧,૦૮૧ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૩૧૮ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦ ૯ નાગરિકો વેન્ટીલેટર પર છે. ૩૦૯ સ્ટેબલ છે. ૮,૧૭,૧૫૮ નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને હરાવી ચુક્યા છે.
 
૧૦૦૯૪ નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને મોત નિપજ્યાં છે. આજે રાજકોટમાં એક વ્યક્તિનું મોત થયું છે. આજના કોરોના પોઝિટીવ કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ ૧૫ કેસ નોંધાયા છે, જ્યારે ૮ ડિસ્ચાર્જ થયા છે.