શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 30 નવેમ્બર 2021 (13:44 IST)

ઓમિક્રૉન કોરોના વૅરિયન્ટનો ભારતમાં એક પણ કેસ નહીં : આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા

કોવિડ19ના નવા વૅરિયન્ટ ઓમિક્રૉનનો એક પણ કેસ ભારતમાં નોંધાયો નથી. આ અંગે કેન્દ્ર સરકારના આરોગ્યમંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં વાત કરી હતી.
 
મંગળવારે સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં પ્રશ્નોત્તરીના સત્ર દરમિયાન આરોગ્યમંત્રીએ આ અંગે વાત કરી હતી.
 
કોરોના વાઇરસનો નવો વૅરિયન્ટ ઓમિક્રૉન દક્ષિણ આફ્રિકાના દેશોમાં સૌપ્રથમ જોવા મળ્યો હતો, જે અંગે વિશ્વ આરોગ્ય સંગઠને પણ ચિંતા પ્રગટ કરી છે