શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઓમિક્રોન વાયરસ
Written By
Last Modified: શુક્રવાર, 7 જાન્યુઆરી 2022 (17:40 IST)

Omicron News- ઓમિક્રોનને હળવામાં લેવુ ભારે પડી શકે છે - વાંચો WHO એ શું કહ્યુ

ઓમિક્રોનને માઈલ્ડ સમજીને બેદરકારી ન કરવી. આ ભારે પડી શકે છે. કોવિડ એક્સપર્ટસનો કહેવુ છે કે ઓમિક્રોન પણ કોરોના જ છે. આ કોરોનાનો નવુ વેરિએંટ છે હા આ ડેલ્ટા વેરિએંટ કરતા ભલે માઈલ્ડ છે પણ આ વેક્સીનની ઈમ્યુનિટીને ક્રાસ કરી સંક્રમણ કરી રહ્યો છે. આ કોરોનાથી સાજા થયેલ દર્દીઓને ફરીથી સંક્રમિત કરવામાં સક્ષમ છે.  પણ જે લોકોને અત્યાર સુધી ન તો પહેલા સંક્રમણ થયુ અને ન વેક્સીન લીધી છે તેવા લોકોને ઓમિક્રોન વેરિએંટના હાઈ રિસ્કમાં થઈ શકે છે. જો તેણે પહેલાથી જ કોઈ રોગ છે તો રિસ્ક 2-3 ગણુ વધારે થઈ શકે છે. 
 
1 ટકા પણ ઘણુ થશે 
એમ્સના મેડિસિન વિભાગના ડોૢ અરવિંદ કુમારએ જણાવ્યો કે ઓમિક્રોનને માઈલ્ડ સમજીને બેદરકારીની ભૂલ ન કરવી. જેટલી મોટી જનસંખ્યા છે  અને જેવુ અંદાજો લગાવાઈ રહ્યુ છે જે એક પર્સેંટ કેસમાં સીવિયરિટી થઈ શકે છે તેથી ભારત જેવા દેશ માટે આ મોટી  સંખ્યા થઈ જશે. અમે માત્ર પર્સેંટસમાં તેને જોઈ શકે છે. ઓમિક્રોન કોરોના જ તેને કોરોનાથી જુદો સમજવાની ભૂલ ન કરવું. આ તીવ્રતાથી ફેલાઈ રહ્યો છે તેનો પીક ખૂબ હાઈ થશે. ઓછા સમય માટે હશે પણ બહુ વધારે હશે આ પીક કેવો વ્યવહાર કરે છે  આ તો આવનાર સમયમાં જ ખબર પડશે. 
 
ઓક્સિજનની કમીના સંકેત 
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હાલમાં ઓમિક્રોનમાં ડેલ્ટા જેવા ઓક્સિજનની ઉણપના કોઈ કેસ નથી, જોકે ત્વચા અને નખના રંગમાં ફેરફાર એ આ દિશામાં એક સંકેત છે, જેના વિશે ચોક્કસપણે સાવચેત રહેવાની જરૂર છે. શરીરમાં ઓક્સિજનનો અભાવ ચોક્કસપણે ગંભીર સ્થિતિ છે.
 
સારવાર કરતા તબીબોએ ખાસ સાવચેતી રાખવી જોઈએ. ઓક્સિજનની અછતને કારણે ડેલ્ટા ચેપગ્રસ્તમાં ગંભીર ગૂંચવણો જોવા મળી હતી.ઓમિક્રોનને હળવાશથી લેવાની ભૂલ કરશો નહીં આરોગ્ય નિષ્ણાતોના મતે, ભલે ઓમિક્રોન વેરિઅન્ટથી ચેપના લક્ષણો હળવા જોવા મળે, પરંતુ કોઈ પણ સંજોગોમાં બેદરકાર ન 
રહેવું જોઈએ.
 
જરૂરી. ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા કરતાં અનેકગણું વધુ ચેપી છે અને સંપૂર્ણ રસી અપાયેલા લોકોને સંક્રમિત કરી શકે છે, તેથી દરેકે દરેક સમયે અત્યંત જાગ્રત રહેવું જોઈએ. સાવચેતી રાખવાની જરૂર છે જેથી વાયરસનો ફેલાવો ઘટાડી શકાય.
 
કોરોનાની સારવારમાં મોલીનુપીરાવીર જેવી એન્ટિવાયરલ દવાઓ ઉપરાંત મોનોક્લોનલ એન્ટિબોડીઝ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. ડૉક્ટરે કહ્યું કે આ દવાઓ જાદુઈ છડીઓ નથી. ઓમિક્રોન એક નવો પ્રકાર છે અને મોનોક્લોનલ એન્ટિબોડીઝ કામ કરશે કે કેમ તે કહી શકતું નથી.