1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 7 જાન્યુઆરી 2022 (10:46 IST)

Covid-19 કેસમાં જોરદાર ઉછાળો, 24 કલાકમાં 1.17 લાખ નવા કેસ નોંધાયા... જાણો કયા રાજ્યમાં ઓમિક્રોનના કેટલા કેસ ?

8 દિવસમાં 10 હજારથી એક લાખ સુધી પહોંચી ગયા કેસ

Coronavirus Case increased
ભારતમાં ગુરૂવારે કોરોના સંક્રમણ (Coronavirus)ના એક લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. જે બાદ દેશમાં કોવિડ-19ના સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 3 લાખથી વધુ થઈ ગઈ છે. ઘણા રાજ્યોમાં કોરોના કેસોમાં અચાનક વધારો થયો છે. આજથી બરાબર 8 દિવસ પહેલા જ્યાં સંક્રમણના કેસ 10 હજારને પાર કરી ગયા હતા, ત્યાં આજે કોવિડના દર્દીઓની સંખ્યા 1 લાખ એટલે કે 1,17,100ને વટાવી ગઈ છે. કોરોના વાયરસનું નવું વેરિઅન્ટ ઓમિક્રોન  (Omicron Variant) વેરિઅન્ટ ઝડપથી વધી રહેલા કોવિડ કેસ માટે જવાબદાર છે.
 
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ  છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોવિડના 1,17,100 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ સમય દરમિયાન 30,836 લોકોને સાજા થયા બાદ રજા આપવામાં આવી હતી. તે જ સમયે, જો આપણે ઓમિક્રોન કેસની વાત કરીએ, તો દેશમાં આ વેરિઅન્ટના દર્દીઓની સંખ્યા વધીને 3,007 થઈ ગઈ છે. જ્યારે ઓમિક્રોનથી અત્યાર સુધીમાં 1,199 લોકો સાજા થયા છે.
 
 
જાણો કયા રાજ્યમાં ઓમિક્રોનના કેટલા કેસ?
 
મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સૌથી વધુ ઓમિક્રોન કેસ છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના 876 કેસ છે. જ્યારે દિલ્હીમાં 465, કર્ણાટકમાં 333, રાજસ્થાનમાં 291, કેરલમાં 284, ગુજરાતમાં 204, તમિલનાડુમાં 121, હરિયાણામાં 114, તેલંગાનામાં 107, ઓડિશામાં 60, ઉત્તર પ્રદેશમાં 31, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળમાં 28 27,ગોવામાં 19, આસામમાં 9, મધ્યપ્રદેશમાં 9, ઉત્તરાખંડમાં 8, મેઘાલયમાં 4, અંડમાન નિકોબારમાં 3, ચંદીગઢમાં 3, જમ્મુ અને કાશ્મીરમાં 3, પુડુચેરીમાં 2, પંજાબમાં 2, છત્તીસગઢમાં 1 છે. લદ્દાખમાં 1, મણિપુરમાં 1 ઓમિક્રોનનો કેસ છે.