1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: ગુરુવાર, 23 એપ્રિલ 2020 (16:02 IST)

ડિસ્ચાર્જ થયેલા કોરોનાના બે દર્દી ફરી પોઝિટિવ, બંને પાટણ જિલ્લાના નેદ્રાના રહીશ

કોરોના વાયરસ
કોરોના વાઈરસનો કહેર ગુજરાતભરમાં વ્યાપી ગયો છે. કોરોનાના પગલે દર્દીની સંખ્યા વધી રહી છે. તેવામાં કેટલાક દર્દીઓને રિકવર થતાં રજા પણ આપવામાં આવી રહી છે. પાટણની ધારપુર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા નેદ્રાના બે દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગુજરાતમાં પ્રથમવાર એવું બન્યું છે કે ડિસ્ચાર્જ થયેલા કોરોનાનો દર્દીનો રિપોર્ટ ફરીવાર પોઝિટિવ આવ્યો હોય. સિધ્ધપુર તાલુકાના નેદ્રા ગામના બે દર્દીઓના સેમ્પલ નેગેટિવ આવતા ધારપુર હોસ્પિટલમાંથી તેમને ડિસ્ચાર્જ કરાયા હતા અને ફેસિલિટી ક્વોરન્ટીન રાખ્યા હતા. તેમના ફોલોઅપ સેમ્પલ લેતા બંને પોઝિટિવ આવ્યા હતા. હાલ બંનેને ફેસિલિટી ક્વોરન્ટીન ધારપુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.