અભિષેક શર્મા અને હરિસ રૌફ વચ્ચે ઝપાઝપી જેવી પરીસ્થિતિ, ક્રિકેટનું મેદાન બન્યુ અખાડો, અમ્પાયરો વચ્ચે પડ્યા
Abhishek Sharma Haris Rauf: ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ પાકિસ્તાને ભારતને હરાવવા માટે 171 રનનો લક્ષ્યાંક આપ્યો. ત્યારબાદ ભારત તરફથી અભિષેક શર્માએ જોરદાર બેટિંગ પ્રદર્શન કર્યું.
અભિષેક શર્મા હરિસ રૌફ સાથે ટકરાયો
મેચમાં, અભિષેક શર્મા ઇનિંગની શરૂઆતથી જ વિસ્ફોટક બેટિંગ કરી રહ્યો છે. તેણે મેચના પહેલા જ બોલ પર શાહીન શાહ આફ્રિદીની બોલિંગ પર સિક્સર ફટકારી. તે પછી, તેણે કોઈ બોલરને છોડ્યો નહીં અને ધમાકેદાર ગતિએ રન બનાવ્યા. હરિસ રૌફે ભારત સામે ઇનિંગની પાંચમી ઓવર ફેંકી. ઓવરના છેલ્લા બોલ પર શુભમન ગિલે પુલ શોટ સાથે ફોર ફટકારી. પાકિસ્તાની ફિલ્ડરો પાસે બોલ પકડવાની કોઈ તક નહોતી.
ત્યારબાદ હરિસ રૌફ ભારતીય ઓપનર અભિષેક શર્માને કંઈક કહે છે અને તેના પર બૂમો પાડતો જોવા મળે છે. ત્યારબાદ અભિષેક તેને જવા માટે ઈશારો કરે છે. બંને ખેલાડીઓ ગુસ્સે દેખાય છે. શુભમન ગિલ પણ તેની પાસે આવે છે. ત્યારબાદ અભિષેક અને રૌફ મારામારીમાં ઉતરે છે. અમ્પાયર આવે છે અને હરિસ રૌફને દૂર ધકેલી દે છે. સ્ટેડિયમમાં રહેલા ચાહકો પણ બૂમો પાડે છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં અભિષેક હેરિસને ગાળો આપતા દેખાય છે.
ધમાકેદાર અંદાજમાં પુરા કર્યા ફિફ્ટી રન
અભિષેક શર્માએ પાકિસ્તાન સામેની મેચમાં એક અલગ બાજુ બતાવી. તેણે પાકિસ્તાની બોલરોને સંપૂર્ણ રીતે બરબાદ કર્યા. તેણે અત્યાર સુધીમાં 26 બોલમાં કુલ 53 રન બનાવ્યા છે, જેમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા છે. અભિષેક T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાન સામે અડધી સદી ફટકારનાર સૌથી ઝડપી ભારતીય ખેલાડી બની ગયો છે. તેણે માત્ર 24 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. બીજી તરફ, ગિલ પણ તેને સારો ટેકો આપી રહ્યો છે, તેણે અત્યાર સુધીમાં 28 બોલમાં કુલ 47 રન બનાવ્યા છે.