સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 4 ડિસેમ્બર 2021 (16:36 IST)

મુંબઈમાં જન્મેલા એજાઝ પટેલ સામે ટીમ ઈડિયા બની કઠપૂતળી, 10 વિકેટ લઈને રચ્યો ઈતિહાસ, કુંબલે-જિમની કરી બરાબરી

ન્યુઝીલેન્ડનો એજાઝ પટેલ ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાં બધી 10 વિકેટ લેનારા વિશ્વના ત્રીજા અને પોતાના દેશના પ્રથમ બોલર બની ગયા છે. તેમણે ભારત સામે મુંબઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. તેમના પહેલા ઈંગ્લેન્ડના જિમ લેકર અને ભારતના અનિલ કુંબલે આ કામ કરી ચુક્યા છે.  જિમ લેકરે આ સિદ્ધિ જુલાઈ 1956માં ઓસ્ટ્રેલિયા સામે મેળવી હતી . તે જ સમયે, કાંબુલેએ આ કામ ફેબ્રુઆરી 1999માં દિલ્હીના ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમમાં પાકિસ્તાન વિરુદ્ધ કર્યું હતું. વિશ્વ ક્રિકેટમાં અત્યાર સુધી જે ત્રણ બોલરોએ ટેસ્ટ મેચની એક ઇનિંગમાં 10 વિકેટ લીધી છે તે તમામ સ્પિનરો છે.
 
ઇજાઝ પ્રથમ બોલર છે જેણે વિદેશી ધરતી પર ટેસ્ટની એક ઇનિંગમાં 10 વિકેટ લીધી હોય. ઈંગ્લેન્ડના જિમ લેકરે પોતાના દેશના માન્ચેસ્ટરમાં 10 વિકેટ ઝડપી હતી. સાથે જ કુંબલેએ પણ આ કારનામું ભારતમાં જ કર્યું હતું. એજાઝને મુંબઈ પ્રત્યે અલગ જ લગાવ હોય એવું લાગે છે. તેમનો જન્મ પણ આ શહેરમાં થયો હતો. એજાઝનો જન્મ 21 ઓક્ટોબર 1988ના રોજ મુંબઈમાં જ થયો હતો..જ્યારે તે આઠ વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયો હતો અને ત્યારથી તે આ દેશના રહેવાસી છે. હવે તે ભારતને પોતાની જ જન્મભૂમિ પર હરાવવા માટે પ્રતિબદ્ધ છે. જ્યારે ઈજાઝ 10 વિકેટ લઈને પેવેલિયન પરત ફરી રહ્યો હતો ત્યારે ભારતીય ટીમે પટેલને ઉભા થઈને આવકાર્યો હતો અને અમ્પાયરોએ તેને બોલ આપ્યો જેના દ્વારા તેણે 10 વિકેટ લીધી હતી.