સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શનિવાર, 27 નવેમ્બર 2021 (17:51 IST)

IND vs NZ, Live, 1st Test, Day 3: બીજી ઓવરમાં પેવેલિયન પરત ફર્યો

કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે ભારત સામેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટના ત્રીજા દિવસે શનિવારે ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ દાવમાં 296 રનમાં આઉટ થઈ ગઈ હતી. જેના કારણે યજમાન ટીમને 49 રનની લીડ મળી હતી. ભારતે પ્રથમ દાવમાં 345 રન બનાવ્યા, ન્યૂઝીલેન્ડ તરફથી  ટોમ લેથમ (95) અને વિલ યંગ (89) પછી કોઈ બેટ્સમેન રમી શક્યો નહોતો. ભારત તરફથી અક્ષર પટેલે પાંચ અને રવિચંદ્રન અશ્વિને ત્રણ વિકેટ લીધી હતી જ્યારે ઉમેશ યાદવ અને રવિન્દ્ર જાડેજાને એક-એક વિકેટ મળી હતી.
 
કાયલ જેમિસન બીજી ઓવર લાવ્યો અને પહેલા જ બોલ પર શુભમન ગિલને બોલ્ડ કર્યો. ગિલ તેના બોલને સમજી શક્યો નહીં અને તેને ડજ કરી શક્યો. તે ત્રણ બોલમાં 1 રન બનાવીને પરત ફર્યો હતો. બીજી ઓવરમાં જ ભારતને ઝટકો લાગ્યો હતો.