જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા : ઘૂસણખોરી કરનાર આતંકીને કર્યો ઠાર!

Last Modified શુક્રવાર, 26 નવેમ્બર 2021 (13:46 IST)
ભારતીય સેનાને આજે વધુ એક સફળતા મળી છે. કાશ્મીરના રાજૌરીના ભિંબર ગલી સેક્ટરમાં આતંકીઓએ ઘૂસણખોરીનો નાપાક પ્રયાસ કર્યો હતો. ભારતીય સરહદ પર તૈનાત જવાનોએ તાબડતોડ કાર્યવાહી કરીને એક આતંકવાદીને ઠાર કર્યો છે. તેના કબજામાંથી હથિયારો અને અન્ય વસ્તુઓ મળી આવી હતી.

હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મળતી માહિતી અનુસાર 25 નવેમ્બરની મધ્ય રાત્રે પાકિસ્તાની સરહદથી કેટલાક આતંકવાદીઓએ એલઓસી પાર કરવાનો નાપાક પ્રયાસ કર્યો હતો.

ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર એન્ટી ટનલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું પઠાણકોટમાં આર્મી કેમ્પની બહાર ગ્રેનેડ હુમલા બાદ કઠુઆ જિલ્લામાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે પણ સતર્કતા વધારી દેવામાં આવી છે.


આ પણ વાંચો :