શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 26 નવેમ્બર 2021 (10:16 IST)

ગુજરાતમાં 18% લોકો હજુ પણ ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે

નીતિ આયોગ દ્વારા રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી સૂચકઆંક જાહેર કરવામાં આવ્યો છે. જેમા ગુજરાતનો રિપોર્ટ ખરેખરમાં ચોંકાવનારો છે. નીતિ આયોગના મતે ગુજરાતમાં 18% લોકો હજુ પણ ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. એટલે કે રાજ્યમાં કુલ 1.12 કોરોડ લોકો ગીરીબીમાં પોતાનું જીવન કાઢી  રહ્યા છે. 
 
સર્વે પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, અને જમ્મુ કાશ્મીર કરતા પણ વધારે ગીરીબીનું પ્રમાણ છે. જેમા ડાંગ, દાહોદ, પંચમહાલ અને નર્મદા જિલ્લામાં સૌથી વધુ ગીરીબી છે. જોકે આપને જણાવી દઈએ કે ગુજરાતના અમદાવાદ જિલ્લામાં ગરીબીનું પ્રમાણ સૌથી ઓછું છે. ગુજરાતમાં 2.11 કરોડો લોકોને ત્યા તો રસોઈ માટે ઈંધણ કે લાકડા પણ નથી સાથેજ સાંભળીને આપને નવાઈ લાગશે કે ગુજરાતના 1.56 કરોજ લોકો પાસે શૌચાલય પણ નથી. ઉપરાંત 32.60 લાખ લોકોને પીવાના પાણી માટે પણ રઝળવું પડે છે. 2.49 કરોડ પરિવાર એવા છે જેમને પોષણક્ષમ ખોરાક નથી મળતો.