સોમવાર, 26 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 26 નવેમ્બર 2021 (09:30 IST)

અમદાવાદના વેપારીએ મર્સિડીઝ ખરીદવામાં 20 લાખનું ડિસ્કાઉન્ટ લેવા જતાં 45 લાખ ગુમાવ્યા

અમદાવાદમાં વેપારીને 20 લાખ ડિસ્કાઉન્ટમાં કાર લેવી મોંઘી પડી છે. કારણ કે ડિસ્કાઉન્ટ અપાવવાની વાત કરતા વ્યકિતએ ન કાર આપી કે ન રૂપિયા.45 લાખ ભેજાબાજે ઘર ભેગા કરીને વેપારી સાથે છેતરપિંડી કરી છે. આ બનાવ અગેં આખરે વેપારીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જાણ કરી હતી. જે સંદર્ભે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદના શીલજ વિસ્તારમાં રહેતા ભગવત વિઠ્ઠલભાઇ શાહ મશીનરી બનાવવાનો બિઝનેસ કરે છે. તેમને તેમના મોટાભાઇ માટે મર્સિડીસ કાર ખરીદવી હતી. જે માટે ભગવતભાઇએ તેમના વકીલ મિત્રને જાણ કરી હતી. તેમના હાઇકોર્ટ વકીલના ગ્રુપમાં એક મેસેજ આવ્યો હતો કે, ₹20 લાખ ડિસ્કાઉન્ટથી કાર મળશે જેની ઓન રોડ પ્રાઇઝ વિશે પણ ઉલ્લેખ કર્યો હતો. આ વાત ભગવતભાઇને તેમના વકીલ મિત્રએ કરી ત્યારબાદ તે નંબર પર સંપર્ક કર્યો હતો. જેમાં સામેવાળા વ્યક્તિએ જણાવ્યુ કે, અમે ડીલરના ત્યાં નહીં પણ ડાયરેક્ટ કપનીમાં કાર બુક કરાવીએ છીએ. આ વાત થયા બાદ ભગવતભાઇએ તેમને મર્સિડીસ ઇ-ક્લાસ બુક કરાવવા માટે વાત કરી અને રૂપિયાની ચૂકવણી નક્કી કરેલા એકાઉન્ટમાં કરી હતી. પરંતુ આ દરમિયાન દિલીપસિંહ જાડેજા નામના વ્યક્તિએ તેમાંથી 45 લાખ રૂપિયા યેનકેન પ્રકારે મેળવી લીધા હતા. પરંતુ ત્યારબાદ દિલીપસિંહ કાર અંગે ડિલિવરી અને રૂપિયા અંગે ગલ્લાં-તલ્લાં કરવા લાગ્યો હતો. આખરે વેપારીએ આ અંગેની જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને કરાતા ક્રાઇમ બ્રાન્ચે દિલીપસિંહ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.