સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 26 નવેમ્બર 2021 (08:21 IST)

26મી નવેમ્બર: આજે "રાષ્ટ્રીય દૂધ દિવસ"ની કરાશે ઉજવણી, ગુજરાત અને કર્ણાટક ખાતે IVF લેબ પણ શરૂ કરાશે

પશુપાલન અને ડેરી  વિભાગ દ્વારા 26.11.2021ના ​​રોજ ડો. વર્ગીસ કુરિયન (મિલ્ક મેન ઓફ ઈન્ડિયા)ની જન્મ શતાબ્દીની ઉજવણી નિમિત્તે "રાષ્ટ્રીય દૂધ દિવસ"ની ટીકે પટેલ ઓડિટોરિયમ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) કેમ્પસ, NDDB,આણંદ, ગુજરાત ખાતે સવારે 10:00 વાગ્યાથી બપોરે 2.00 વાગ્યા સુધી ઉજવણી કરવામાં આવશે. 
 
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને ડૉ. કુરિયન દ્વારા બનાવવામાં આવેલી અન્ય સંસ્થાઓ સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ‘આઇકોનિક વીક’- વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની સપ્તાહભરની ઉજવણી રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી સાથે સમાપ્ત થશે.
 
સમારોહ દરમિયાન, કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા દેશમાં દેશી ગાય/ભેંસની જાતિના શ્રેષ્ઠ ડેરી ફાર્મર, શ્રેષ્ઠ કૃત્રિમ બીજદાન ટેકનિશિયન અને શ્રેષ્ઠ ડેરી કોઓપરેટિવ સોસાયટી (DCS)/દૂધ ઉત્પાદક કંપની/ડેરી ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનના વિજેતાઓને રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર એનાયત કરશે.
 
પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કારોના વિજેતાઓના સન્માન ઉપરાંત, પરષોત્તમ રૂપાલા ધામરોડ, ગુજરાત અને હેસરગટ્ટા, કર્ણાટક અને સ્ટાર્ટ-અપ ગ્રાન્ડ ચેલેન્જ 2.0 ખાતે IVF લેબનું ઉદ્ઘાટન/લોન્ચ પણ કરશે. એમઓએસ ડૉ. મુરુગન અને સંજીવ બલયાન પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.