શુક્રવાર, 9 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified બુધવાર, 24 નવેમ્બર 2021 (15:40 IST)

રાજયમાં શિયાળામાં ગરમીનો અહેસાસ થશે

હવામાન વિભાગે જણાવ્યું છેકે ઠંડા પવનોની દિશા બદલાતા થોડા દિવસ રાજયમાં ગરમી રહેશે.આ વર્ષે વધુ એક વખત અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સાઉદી તરફ જઈ રહી છે
 
હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. ત્રણ દિવસ બાદ ગરમીનું પ્રમાણ વધશે. બે દિવસ રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ રહેશે. પવનોની દિશા બદલાતા ગરમીનું પ્રમાણ વધશે.
 
 હવામાન વિભાગ તરફથી શિયાળામાં ત્રણ દિવસ સુધી ગરમીનું પ્રમાણ વધે તેવું અનુમાન હવામાન તરફથી કરવામાં આવ્યું છે. પવનની દિશા બદલાતાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ રહેશે. શિયાળામાં પણ હવે લોકોએ ગરમી અને ઉકળાટ સહન કરવુ પડશે .
 
બે દિવસ બાદ ગરમીનો પારો વધશે તેવી શકયતા હવામાન ખાતા એ વ્યકત કરી છે. સાથે જ રાજ્યમાં કમોસમી વરસાદ નીં શક્યતા પણ નહિવત હોવાની આગાહી હવામાને આપી છે