અમદાવાદ: ટ્રામાડોલનો મોટો જથ્થો ઝડપાયો

Last Modified બુધવાર, 24 નવેમ્બર 2021 (16:23 IST)
ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ચિંતાજનક અહેવાલ સામે આવી રહ્યા છે, આ વચ્ચે મેગાસીટી અમદાવાદ માંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા સામે છે. જેમાં અમદાવાદ એરપોર્ટ પરથી ટ્રામાડોલનો જથ્થો ઝડપાયો છે. પ્રતિબંધિત 189 કિલો ટ્રામાડોલનો જથ્થો નાઈજીરિયા રવાના થવાનો હતો.

અમદાવાદ કસ્ટમ વિભાગને શંકા ગઈ હતી. ત્યારે આ મામલાની તપાસ કરતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. તો બીજી તરફ કસ્ટમ વિભાગ દ્વારા એરપોર્ટ કાર્ગો કોમ્પ્લેક્સમાં શંકાસ્પદ કુરિયરની તપાસ કરતા જથ્થો ઝડપાયો હતો. NDPS એક્ટ અંતર્ગત સાયકોટ્રોપિક પદાર્થ ની નિકાસ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલો છે #


આ પણ વાંચો :