સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 26 નવેમ્બર 2021 (08:33 IST)

ગૃહમંત્રી આવતીકાલથી ફરી બે દિવસ 'ગૃહ' ની મુલાકાતે, ભાજપમાં તેજ થઇ હલચલ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી બે દિવસ માટે ગુજરાત પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 અને 29 નવેમ્બર એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરના ભાટ અમૂલ ડેરીના નવા પેકેજિંગ પ્લાન્ટને અમિત શાહ ખુલ્લો મૂકશે. આ ઉપરાંત અન્ય વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. 
 
અત્રે નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતની મુલાકાતો વધી ગઇ છે. જેને લઇને આ વખતે પણ તેમના ગુજરાત પ્રવાસના પગલે ભાજપમાં હલચલ તેજ થઈ ગઈ છે. ચૂંટણીઓને લઈને પણ અમિત શાહની મુલાકાત વિશેષ માનવામાં આવી રહી છે.
 
જોકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27- 28 નવેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે ત્યારબાદ તેમના કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવી છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 નવેમ્બરે અમિત શાહ અમૂલના મિલ્ક પાઉડર પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ગાંધીનગરમાં અમૂલ ડેરી ખાતે મિલ્ક પાઉડર પ્લાન્ટ બનાવાયો છે.