શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 26 નવેમ્બર 2021 (12:48 IST)

પારિવારીક પાર્ટીઓ દેશ માટે ચિંતાનો વિષય: PM

સરકારે બંધારણ દિવસ નિમિત્તે આજે નવી દિલ્હી ખાતે કાર્યક્રમો આયોજિત કર્યા છે. સંસદ ભવનના સેન્ટ્રલ હોલ ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા
 
પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન મહાત્મા ગાંધી અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને નમન કર્યું હતું. વડાપ્રધાને જણાવ્યું કે, 'આ બંધારણ દિવસ એટલા માટે પણ ઉજવવો જોઈએ જેથી આપણો રસ્તો સાચો છે કે, નહીં તેનું મૂલ્યાંકન થઈ શકે. 
 
વડાપ્રધાને નામ લીધા વગર જ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, આ કાર્યક્રમ દિલ્હીની કોઈ સરકારે કે કોઈ વડાપ્રધાને નહોતો યોજ્યો. આ કાર્યક્રમનું આયોજન લોકસભાના સ્પીકરે કર્યું હતું જે સદનના ગૌરવ સમાન ગણાય છે. બાબાસાહેબ આંબેડકરની 125મી જયંતિ હતી. અમને બધાને લાગ્યું કે, આનાથી મોટો પવિત્ર અવસર કયો હોઈ શકે કે બાબાસાહેબ આંબેડકરે આપણા દેશને જે નજરીયો આપ્યો છે તેને હંમેશા આપણે એક સ્મૃતિ ગ્રંથ તરીકે યાદ કરીએ છીએ. આ દિવસ આ સદનને પ્રણામ કરવાનો છે.