શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 26 નવેમ્બર 2021 (11:50 IST)

Andhra Pradesh Rain આંધ્ર પ્રદેશમાં 2 ડિસેમ્બર સુધી ભારે વરસાદનું ઍલર્ટ

ભારતીય હવામાન વિભાગ દ્વારા આંધ્ર પ્રદેશના રાયલસીમા અને દક્ષિણ તટીય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
 
ન્યૂ ઇન્ડિયન એકસપ્રેસના એક અહેવાલ અનુસાર ચિત્તૂર અને નેલ્લોરમાં 26 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આશંકા છે.
 
હવામાનવિભાગે રાયલસીમા અને દક્ષિણ તટીય વિસ્તારો અંગે ચેતવણી આપી છે તે ચિંતાનો વિષય એટલા માટે પણ છે કે પાછલા દિવસોમાં પડેલા તોફાની વરસાદના નુકસાન અને સર્જાયેલી આફતો સામે વિસ્તારો હજુ સુધી ઝઝૂમી રહ્યા હતા.
 
આ ચેતવણીને પગલે કપાડા જિલ્લા વહીવટી તંત્રે પહેલાંથી ભરાયેલાં ટૅન્ક છલોછલ થઈ જઈ હેઠવાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જી શકે છે, તે માટેનું ઍલર્ટ જારી કરી દીધુ છે.
 
સ્થાનિક અધિકારીઓને ઉતુકુરુ અને ક્રિષ્નારેડ્ડી તળવો અને ગલિવીડૂ, નાગરીપડુ, પુત્તમપલ્લી, ચિંતાકુંદા. ચિંતલુરુ, શિતયાલા, પોલીપેડા અને સી. કે. ડિન ટૅન્કોમાં પાણીની આવકને કારણે આસપાસના વિસ્તારોનાં ગામોમાં પૂરના જોખમ અંગે માહિતી ફેલાવવા જણાવી દીધું હતું.