1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 26 નવેમ્બર 2021 (15:32 IST)

Corona Third Wave-દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આહટ

દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ હોવાની પણ આશંકા નકારી ન શકાય. બેંગલુરુના ઈન્ટરનેશનલ બોર્ડિંગ સ્કૂલના 30 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે
 
. બેંગલુરુમાં આંતરરાષ્ટ્રીય બોર્ડિંગ સ્કૂલના 33 વિદ્યાર્થીઓ અને એક કર્મચારી કોરોના (Covid 19) પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જે સ્ટાફ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે, તેણે કોરોના વાયરસની રસીના બંને ડોઝ લીધા હતા. 
 
કર્ણાટકના SDM મેડિકલ કોલેજમાં એક સાથે 66 વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવતાંની સાથે આરોગ્યતંત્ર સહિત સૌકોઈમાં ચિંતા પ્રસરી જવા પામી છે. વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરતાં કોલેજની બિલ્ડીંગ અને બે હોસ્ટેલોને સીલ કરી દીધું છે. મહત્વનું છે કે, આ કોલેજમાં 400થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે, કોલેજમાં કેટલાક વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવી જતાં મેડિકલ કોલેજ દ્વારા તમામનો કોરોના ટેસ્ટ કરવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્યાર સુધી 300 વિદ્યાર્થીઓનો ટેસ્ટ થઈ ચુક્ચો છે. જેમાંથી 66 વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. 
 
રાજસ્થાનના જયપુરમાં એક શાળામાં 11 વિદ્યાર્થીઓ કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતા. બીજી બાજુ તેલંગાણામાં પણ એક સ્કુલમાં 28 વિદ્યાર્થીઓ કોરોનાના શિકાર બન્યા હતાં. આ સિવાય દેશના અન્ય રાજ્યોમાં પણ સ્કુલમાંથી આ પ્રકારના સમાચારો સાંભળવા મળે છે.