શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 22 મે 2023 (17:28 IST)

Asia Cup 2023 : ક્યા રમાશે ભારત અને પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ક્યા ગ્રુપમાં કંઈ ટીમ

india vs pakistan
Asia Cup 2023 : એશિયા કપ 2023ની તૈયારી હવે આગળ વધી રહી છે. આ વર્ષના એશિયા કપની મેજબાની પાકિસ્તાનને મળી છે.  પરંતુ હાલ આ નક્કી નથી કે ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં થશે કે પછી અન્ય સ્થાન પર. બીસીસીઆઈએ પાકિસ્તાન  અને પીસીબીની મુશ્કેલીઓ એવુ કહીને વધારી દીધી હતી કે ટીમ ઈંડિયાના ખેલાડી પાકિસ્તાન જઈ શકતા નથી.  ત્યારબાદ પીસીબી ખૂબ પરેશાન છે. જો કે અત્યાર સુધી એશિયા કપને લઈને એસીસી એટલે એશિયાઈ ક્રિકેટ કાઉંસિલે કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. પણ પાકિસ્તાન એવુ માનીને ચાલી રહ્યુ છ એક ઈશિયા કપનુ આયોજન હાઈબ્રિડ મૉડલ પર કરવામાં આવશે.  એવામા સવાલ છેકે પાકિસ્તાન અને ભારત વચ્ચે મહામુકાબલો ક્યા રમાશે અને કયા ગ્રુપમાં કંઈ ટીમો રહેશે.  
 
એશિયા કપ 2023 માટે પાકિસ્તાને તૈયાર કર્યુ હાઇબ્રિડ મોડલ તૈયાર કરી રહ્યું છે
 
આ વર્ષે ઓડીઆઈ ફોર્મેટમાં યોજાનાર એશિયા કપને લઈને હજુ સુધી ચિત્ર સ્પષ્ટ નથી, પરંતુ માનવામાં આવે છે કે આ વર્ષની ઈવેન્ટ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહથી યોજાશે. દરમિયાન, જિયો ન્યૂઝના હવાલે સમાચાર સામે આવ્યા છે કે પીસીબીનું માનવું છે કે એશિયા કપ બે તબક્કામાં રમાશે, સાથે જ બે સ્થળોને અંતિમ રૂપ આપવાનું પણ લગભગ પૂર્ણ થઈ ગયું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પહેલા તબક્કાની મેચો લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે, ત્યારબાદ બીજા તબક્કાની મેચો દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમવાની યોજના બનાવવામાં આવી છે. પીસીબીને લાગે છે કે શારજાહ અને અબુ ધાબી કરતા દુબઈમાં મેચ રમવી વધુ ફાયદાકારક રહેશે. BCCIએ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કર્યા બાદ PCB હાઈબ્રિડ મોડલની તૈયારી કરી રહ્યું છે, પરંતુ BCCIએ આ અંગે ન તો કોઈ રસ દાખવ્યો છે કે ન તો કોઈ નિવેદન આપ્યું છે. પાકિસ્તાન ઈચ્છે છે કે પહેલા ફેજમાં પાકિસ્તાનમાં મેચો રમાય અને ત્યારબાદ ટીમ ઈન્ડિયા અને ત્યારપછીની મેચો એવા સ્થળે યોજાય જે તટસ્થ સ્થળ હોય અને ટીમ ઈન્ડિયા રમવા માટે તૈયાર હોય.
 
ACCની બેઠકમાં લેવામાં આવશે એશિયા કપ 2023 અંગેનો અંતિમ નિર્ણય 
આ દરમિયાન ટીમ ઈન્ડિયાની એશિયા કપની મેચો શ્રીલંકામાં પણ યોજવાની વાત થઈ હતી, પરંતુ આ અંગેનું ચિત્ર હજુ સ્પષ્ટ થયું નથી. જો પાકિસ્તાનની વાત સ્વીકારવામાં આવે તો દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ યોજાઈ શકે છે. અનેબીજી તરફ જો ગ્રુપની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હોવાની શક્યતા છે અને આ ગ્રુપમાં ત્રીજી ટીમ નેપાળની હોઈ શકે છે. બીજા ગ્રુપમાં શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ હોઈ શકે છે. ગ્રૂપની તમામ ટીમો પોતાની વચ્ચે એક મેચ રમશે અને ત્યાર બાદ બંને ગ્રૂપની બે ટીમો વચ્ચે એટલે કે કુલ ચાર ટીમો વચ્ચે સુપર 4ની મેચો રમાશે.  એટલે કે, ભારત અને પાકિસ્તાનની ટીમો એક-બીજા સાથે એક નહીં પરંતુ બે વખત લડતી જોવા મળી શકે છે. જોકે એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં ACCની બેઠક યોજાશે, જેમાં BCCI સેક્રેટરી જય શાહ અને PCB ચીફ નજમ સેઠી પણ હાજર રહે તેવી શક્યતા છે, આ બેઠક બાદ જ એશિયા કપ અંગે અંતિમ નિર્ણય જોવા મળશે.