મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 16 માર્ચ 2023 (14:59 IST)

શોએબ અખ્તરનો ભારત પ્રેમ - અહી ઘણો પ્રેમ મળ્યો, અહીં આવવું-જવું એટલું બધું છે કે હવે આધાર કાર્ડ પણ છે

ક્રિકેટમાં માત્ર ભારત-પાકિસ્તાન ફાઈનલ થવી જોઈએ - શોએબ અખ્તર

પાકિસ્તાનનો ફાસ્ટ બોલર શોએબ અખ્તર ભારતને ખૂબ પસંદ કરે છે. તે કહે છે કે તેને આ દેશ તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. અહીં તેઓ એટલા બધા આવે છે અને જાય છે કે હવે આધાર કાર્ડ પણ બની ગયું છે. જોકે આધાર કાર્ડની વાત શોએબે મજાકમાં કરી હતી.
 
શોએબ અખ્તરે ANIને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી છે. તેણે બંને દેશો વચ્ચેના ક્રિકેટ અને એશિયા કપ વિવાદ પર પણ પોતાનો દ્રષ્ટિકોણ રાખ્યો હતો. વાંચો શોએબે શું કહ્યું...


 
1. INDIA મા ક્રિકેટ રમવાનુ મિસ કરુ છુ. 
 
શોએબ અખ્તરે કહ્યું, "હું ભારત આવતો રહું છું. મેં અહીં એટલું કામ કર્યું છે કે હવે મારી પાસે આધાર કાર્ડ છે. આનાથી વધુ હું શું કહું? ભારતે મને ખૂબ પ્રેમ આપ્યો છે. હું ભારતમાં ક્રિકેટ રમવુ મિસ કરુ છું."
 
2. પાકિસ્તાનમાં નહીં તો શ્રીલંકામાં કરાવી દો એશિયા કપ 
તેમણે કહ્યું, "જો એશિયા કપ પાકિસ્તાનમાં ન યોજાય તો તે શ્રીલંકામાં યોજવો જોઈએ. હું એશિયા કપ અને વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ફાઈનલ જોવા ઈચ્છું છું. વિશ્વ ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાનની ફાઈનલ સિવાય બીજું કંઈ હોવું જોઈએ નહીં. 
 
કોહલી નિવૃત્ત થાય ત્યાં સુધી 110 સદી ફટકારશે
 
અખ્તરે કહ્યું, વિરાટ કોહલીએ ફોર્મમાં પરત આવવાનુ જ  હતું, તેમાં નવુ કશુ નથી. હવે તેના પર કેપ્ટનશિપનું કોઈ દબાણ નથી. તે ફોકસ સાથે રમી રહ્યો છે અને તે આગળ પણ રમવાનું ચાલુ રાખશે. મને આશા છે કે જ્યારે કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે ત્યારે તેમની પાસે 110 સદી હશે.
 
એશિયા કપ અંગે બોર્ડની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે
પાકિસ્તાન 2023 એશિયા કપની યજમાની કરવાનું હતું. ઓક્ટોબર 2022માં BCCI સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે જો એશિયા કપ પાકિસ્તાનમાં યોજાશે તો ભારત ટૂર્નામેન્ટમાંથી ખસી જશે. માર્ચ મહિનામાં એશિયા ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની બોર્ડ મીટિંગમાં હોસ્ટિંગ અંગે નિર્ણય લેવામાં આવશે.
 
શોએબ હાલમાં લિજેન્ડ્સ ક્રિકેટ લીગમાં રમી રહ્યા છે
શોએબ અખ્તર હાલમાં કતારના દોહામાં લિજેન્ડ લીગ ક્રિકેટ માસ્ટર્સ ટુર્નામેન્ટમાં એશિયા લાયન્સ ટીમ તરફથી રમી રહ્યો છે. અખ્તરે લીગમાં અત્યાર સુધી એક ઓવર ફેંકી છે. જેમાં તેણે 12 રન આપ્યા હતા. લિજેન્ડ્સ ક્રિકેટ લીગમાં ત્રણ ટીમો ભાગ લઈ રહી છે. જેમાં ઈન્ડિયા મહારાજા, એશિયા લાયન્સ અને વર્લ્ડ જાયન્ટ્સનો સમાવેશ થાય છે. હરભજને લીગમાં સૌથી વધુ 8 વિકેટ ઝડપી છે. ગૌતમ ગંભીર સૌથી વધુ 183 રન બનાવનાર બેટ્સમેન છે. એશિયા લાયન્સ ત્રણમાંથી બે મેચ જીતીને ટેબલમાં ટોચ પર છે.